ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

VIDEO: વ્યક્તિ ફૂટઓવર બ્રિજ પર ચઢીને રેલવે ટ્રેક પર કૂદી પડ્યો! જવાનોએ બચાવ્યો જીવ

  • રેલવે પ્રોટેક્શન ફોર્સ અને અન્ય કર્મચારીઓએ યુવકનો જીવ બચાવીને હોસ્પિટલમાં દાખલ કર્યો 
  • આપઘાતનો પ્રયાસ કરનારા આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 

મહારાષ્ટ્ર, 25 ફેબ્રુઆરી: મુંબઈ નજીક ભાયંદર રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ અચાનક દિવાલ પર ચઢી ગયો અને રેલવે ટ્રેક પર કૂદી ગયો હતો. આ દરમિયાન રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને અન્ય કર્મચારીઓએ તાત્કાલિક દોડીને યુવકને ટ્રેક પરથી હટાવી તેનો જીવ બચાવ્યો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને આ બાબતની માહિતી યુવકના પરિવારજનોને આપવામાં આવી છે. આપઘાતનો પ્રયાસ કરનારા આ વ્યક્તિનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તે વ્યક્તિ ફૂટઓવર બ્રિજ પર ચઢીને રેલવે ટ્રેક પર કૂદી પડ્યો અને ત્યારબાદ રેલ્વે કર્મચારીઓએ સતર્કતા દાખવી તેનો જીવ બચાવ્યો.

 

પશ્ચિમ રેલવેએ બનાવ બાદ સાવચેતી રાખવા તાકીદ કરી

મળતી માહિતી મુજબ, આ ઘટના મુંબઈ નજીક ભાયંદર સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ (FOB) પર બની હતી. વ્યક્તિ ટ્રેક પર પડતાની સાથે જ તે દર્દથી રડવા લાગ્યો. સામે રેલવે પ્રોટેક્શન ફોર્સના અધિકારીઓ અને કેટલાક મુસાફરો ત્યાં હાજર હતા. રેલવે કર્મચારીઓએ યુવાનને ટ્રેક પર જોયો કે તરત જ તેઓ દોડી આવ્યા હતા અને યુવાનને ઉપાડીને લઈ ગયા હતા. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ભાયંદર પૂર્વથી પશ્ચિમને જોડતા FOBમાંથી એક વ્યક્તિ કૂદતો હોવાનો વીડિયો પણ બહાર આવ્યો છે. પશ્ચિમ રેલવેએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે આ સાથે રેલવેએ સાવચેતી રાખવા તાકીદ કરી છે.

યુવકે શા માટે આપઘાતનો પ્રયાસ કર્યો ? કારણ અકબંધ

રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જેવો વ્યક્તિ પાટા પર કૂદી પડ્યો, આરપીએફના જવાનો અને કેટલાક લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેને પાટા પરથી દૂર લઈ ગયા, જેનાથી તેનો જીવ બચી ગયો. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેના સંબંધીઓને જાણ કરવામાં આવી હતી. યુવકે રેલવે ટ્રેક પર કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો જેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

આ પણ જુઓ: VIDEO: ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટે યુવતીએ પોતાના જીવને મૂક્યો જોખમમાં

Back to top button