ટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

Video : દક્ષિણ કોરિયામાં મોટી દુર્ઘટના, 181 લોકોને લઈને જતું પ્લેન ક્રેશ, 28ના મૃત્યુ

Text To Speech

મુઆન, 29 ડિસેમ્બર : દક્ષિણ કોરિયામાં એક મોટી પ્લેન દુર્ઘટના ઘટી છે. મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 181 લોકોને લઈને બોઈંગ 737-800 પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 28 લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. દુર્ઘટના સમયે વિમાનમાં 6 ક્રૂ અને 175 મુસાફરો સવાર હતા. યોનહાપ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, લેન્ડિંગ દરમિયાન પ્લેન રનવે પરથી સરકી ગયું અને બાઉન્ડ્રી વોલ સાથે અથડાયું હતું.

બાઉન્ડ્રી વોલ સાથે અથડાયા બાદ પ્લેનમાં આગ લાગી હતી. આ પછી એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો. મુઆન એરપોર્ટ પર બચાવ કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન બે લોકો જીવિત મળ્યાના સમાચાર છે. જેજુ એરની ફ્લાઈટ નંબર 2216 બેંગકોકથી દક્ષિણ કોરિયા પરત ફરી રહી હતી. વિમાનમાં આગ લાગ્યા બાદ આકાશ ધુમાડાથી ભરાઈ ગયું હતું. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

પ્લેન ક્રેશમાં 28ના મૃત્યુ, આંક વધી શકે છે

અકસ્માત બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાયા

લેન્ડિંગ ગિયરમાં ખામી બાદ અકસ્માત!

રેસ્ક્યુ ટીમે વિમાનના પાછળના ભાગમાંથી મુસાફરોને બહાર કાઢ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે એરપોર્ટ પર લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાયા બાદ આ અકસ્માત થયો હતો. દક્ષિણ કોરિયાના કાર્યવાહક પ્રમુખ ચોઈ સાંગ-મૂએ આ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે મુઆન એરપોર્ટ પર તાત્કાલિક બચાવ કામગીરી અને તમામ બચાવ પ્રયાસોનો આદેશ પણ આપ્યો હતો. અગાઉના કાર્યકારી રાષ્ટ્રપતિ હાન ડુક-સૂ સામે મહાભિયોગ કરવામાં આવ્યા બાદ ચોઈ સાંગ-મૂને શુક્રવારે દેશના વચગાળાના નેતા બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :- સવારે ખાલી પેટે એક ચમચી ઘી નવશેકા પાણી સાથે લેવાથી થશે આ 5 ફાયદા

Back to top button