ટ્રેન્ડિંગસ્પોર્ટસ

Video : ખરાબ ફોર્મથી પરેશાન કેએલ રાહુલ પહોંચ્યા બાબા મહાકાલના દરબારમાં !

Text To Speech

છેલ્લા ઘણાં સમયથી કેએલ રાહુલ ક્રિકેટના મેદાન પર પોતાનો ફોર્મ દેખાડી શક્યા નથી. હાલની ભારત અને ઓસ્ટ્રેલિય વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં પણ રાહુલના બેટથી વધુ રન જોવા મળ્યા નથી. આ તમામ વચ્ચે ખરાબ ફોર્મથી પરેશાન કેએલ રાહુલ બાબા મહાકાલના દર્શને પહોંચ્યા હતા. કેએલ રાહુલ સાથે તેની પત્ની આથિયા શેટ્ટી પણ જોવા મળી હતી.

ઇન્દોરમાં ત્રીજી ટેસ્ટ પહેલાં કેએલ રાહુલ ઉજ્જૈન બાબા મહાકાલ શહેર પહોંચ્યા હતા. કેએલ રાહુલ સાથે તેની પત્ની આથિયા શેટ્ટી પણ જોવા મળી હતી. કેએલ રાહુલ પત્ની અથિયા શેટ્ટી સાથે ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા જ્યાં તેમણે બાબા મહાકાલના દર્શન કર્યા અને આરતી-પૂજા કરી. બંનેએ ભસ્મ આરતીમાં હાજરી આપી હતી.

ત્રીજી ટેસ્ટ માટે ખેલાડીઓ શનિવારે ઈન્દોર પહોંચ્યા હતા. રવિવારે સવારે રાહુલ તેની પત્ની અથિયા શેટ્ટી સાથે ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયા જ્યારે પણ મેચ માટે ઈન્દોર આવે છે, ત્યારે ખેલાડીઓ ઈન્દોરથી 50 કિમી દૂર ઉજ્જૈન જરૂર જાય છે. મંદિરની અંદરથી કેએલ રાહુલ અને આથિયાની ઘણી તસવીરો સામે આવી છે.

KL Rahul in Ujjain Mahakal

થોડાં સમય પહેલા જ સૂર્યકુમાર યાદવ થોડા સમય પહેલા પોતાના સાથી ખેલાડીઓ સાથે મહાકાલના દરબારમાં પહોંચ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમે શરૂઆતની બંને ટેસ્ટ મેચ જીતીને 4 મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ઈન્દોર ટેસ્ટ જીતીને ભારત બોર્ડર ગાવસ્કર ટેસ્ટ શ્રેણીમાં અજેય લીડ લેવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન નિઃશંકપણે ઘણું સારું છે, પરંતુ ખરાબ ફોર્મના કારણે રાહુલ હજુ પણ ટીકાકારોના નિશાના પર છે.

આ પણ વાંચો : કેએલ રાહુલ, અક્ષર પટેલ બાદ હવે શાર્દુલ ઠાકુર પણ કરશે લગ્ન, જાણો કોણ છે તેમની ભાવિ પત્ની

Back to top button