આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવીડિયો સ્ટોરી

VIDEO: અમેરિકામાં નજીવી તકરારમાં ભારતીય મૂળના યુવકની ગોળી મારી હત્યા

ઈન્ડિયાનાપોલીસ (યુએસએ), 21 જુલાઈ, 2024: અમેરિકામાં ગન કલ્ચરે ભારતીય મૂળના એક યુવકનો ભોગ લીધો છે. અલબત્ત, વીડિયો પરથી દેખાય છે કે આ ઘટનામાં ભારતીય મૂળનો યુવક પૂરેપૂરો નિર્દોષ તો નથી જ, છતાં દરેકના હાથમાં બંદૂક હોય તો શું પરિણામ આવે એ વાતનો અંદાજ ઈન્ડિયાનાપોલીસમાં બનેલી આ ઘટનાથી આવી શકે છે. અહેવાલ મુજબ, નવપરિણીત ગેવિન દસૌર તેની મેક્સીકન પત્ની સાથે ઘરે જઈ રહ્યો હતો ત્યારે ઈન્ડી શહેરના દક્ષિણપૂર્વ ભાગમાં એક ક્રોસરોડ પર વિવાદ બાદ સામેની વ્યક્તિએ તેને ગોળી મારી હતી. દસૌર મૂળ આગ્રાના રહેવાસી હતા, તેમના લગ્ન 29 જૂનના રોજ થયા હતા.

પોલીસે આ ઘટના વિશે આપેલી માહિતી અનુસાર, રસ્તાની વચ્ચે કારમાં બેઠેલા બે લોકો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિ માર્યો ગયો હતો. ઘટના અમેરિકાના ઈન્ડિયાનાની છે. પોલીસે જણાવ્યું હતું કે નવપરિણીત ગેવિન દસૌર તેની મેક્સીકન પત્ની સાથે ઘરે જઈ રહ્યો હતો ત્યારે ઈન્ડી શહેરના દક્ષિણપૂર્વ ભાગમાં એક ક્રોસરોડ પર વિવાદ થયો હતો. ત્યારબાદ અન્ય કારમાં બેઠેલી વ્યક્તિએ તેને ગોળી મારી દીધી હતી.

હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છેઃ જૂઓ અહીં


ભારતીય મૂળના વ્યક્તિની હત્યાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડિયોમાં દસૌર તેની કારમાંથી બહાર નીકળતો અને પીકઅપ ટ્રકના ડ્રાઈવર પર ગુસ્સે થતો અને બૂમો પાડતો જોઈ શકાય છે. એ સમયે તેના હાથમાં બંદૂક છે એ પણ સ્પષ્ટ દેખાય છે. તે હાથમાં બંદૂક લઈને ટ્રકનો દરવાજા ઉપર જોરથી મુક્કો મારે છે. જવાબમાં પીકઅપ ટ્રકનો ડ્રાઇવરે વધારે કોઈ દલીલ કર્યા વિના તેને સીધી ગોળી જ મારી દીધી અને દસૌર એક ક્ષણમાં જ નીચે પટકાઈને મૃત્યુ પામ્યો. દસૌરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. કહેવાય છે કે, આ ઘટના બની ત્યારે દસૌરની કારમાં તેના પત્ની પણ સાથે જ હતા અને તેમની આંખની સામે જ પતિને આ રીતે ગોળી મારી દેવામાં આવી હતી.

દસૌરના મેક્સીકન પત્ની વિવિયાના ઝામોરાએ પોલીસને જણાવ્યું જણાવ્યું કે, “જ્યારે તેને લોહી વહેતું હતું, ત્યારે મેં તેને પકડી રાખ્યો હતો અને હું એમ્બ્યુલન્સની રાહ જોતી હતી”.

જોકે, આ ઘટનામાં પોલીસ એવું માને છે કે જેણે ફાયરિંગ કર્યું તેણે કદાચ સ્વબચાવમાં આવું કર્યું હશે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ સ્વબચાવમાં આ કૃત્ય કર્યું હોઈ શકે છે કેમ કે ગોળીબાર કર્યા પછી તે ત્યાંથી નાસી છૂટ્યો નહોતો. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “વધુ પૂછપરછ અને મેરિયન કાઉન્ટી પ્રોસીક્યુટર ઓફિસ સાથે પરામર્શ કર્યા પછી, ગોળીબાર કરનાર વ્યક્તિને છોડી દેવામાં આવ્યો હતો.”

આ પણ વાંચોઃ બરેલીના શિવ મંદિરમાં મૂર્તિઓ ખંડિત થતાં તંગદિલી

Back to top button