Video: વડતાલ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં PM મોદીએ વર્ચ્યુઅલ જોડાઈને કરી આ પ્રેરણાદાયક વાતો
- સંતોએ આપણા સમાજમાં બહુ મોટું યોગદાન આપ્યું છે, જ્યારે આખો સમાજ અને દેશ એક ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે એક સાથે આવે છે, ત્યારે તે ચોક્કસપણે સિદ્ધ થાય છે: પ્રધાનમંત્રી
- આખો દેશ એક નિશ્ચિત લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે, આ વિકસિત ભારતનું લક્ષ્ય છે: પ્રધાનમંત્રી
વડતાલ ધામમાં 200મા વર્ષની ઉજવણી માત્ર ઇતિહાસ જ ન હોવાનો ઉલ્લેખ કરીને પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વડતાલ ધામમાં અત્યંત શ્રદ્ધા સાથે ઉછરેલા તેમના સહિત અનેક શિષ્યો માટે આ એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રસંગ ભારતીય સંસ્કૃતિના શાશ્વત પ્રવાહનો પુરાવો છે. વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ દ્વારા વડતાલ ધામની સ્થાપના કર્યાને 200 વર્ષ પછી પણ આધ્યાત્મિક ચેતનાને જીવંત રાખવામાં આવી છે અને શ્રી સ્વામિનારાયણના ઉપદેશો અને ઊર્જાનો અનુભવ આજદિન સુધી થઈ શકે છે. શ્રી મોદીએ તમામ સંતો અને શિષ્યોને આ મંદિરના 200માં વર્ષની ઉજવણી બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીને એ વાતની ખુશી હતી કે, ભારત સરકારે રૂ. 200 (200)નો ચાંદીનો સિક્કો અને સ્મારકની પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રતીકો આ મહાન પ્રસંગની યાદોને આવનારી પેઢીઓનાં મનમાં જીવંત રાખશે.
Addressing a programme marking the 200th anniversary celebrations of Shree Swaminarayan Mandir in Vadtal.https://t.co/5pDPQLPpgj
— Narendra Modi (@narendramodi) November 11, 2024
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સાથે સંબંધિત દરેક વ્યક્તિ આ પરંપરા સાથેના તેમના મજબૂત વ્યક્તિગત, આધ્યાત્મિક અને સામાજિક સંબંધોથી વાકેફ છે. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રના વિકાસ માટે અર્થપૂર્ણ ચિંતનની તકની સાથે ભૂતકાળમાં તેમજ અત્યારે સંતોના દિવ્ય સંગતનો આનંદ માણ્યો છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેઓ અન્ય કાર્યક્રમોને કારણે આ કાર્યક્રમમાં વ્યક્તિગત રીતે હાજરી આપી શક્યા નહોતા, જોકે તેઓ વડતાલ ધામમાં માનસિક રીતે ઉપસ્થિત રહ્યા હતા.
નરેન્દ્ર મોદીએ નોંધ્યું હતું કે, ભારતની વિશેષતા પૂજ્ય સંત પરંપરા રહી છે અને મુશ્કેલ સમયમાં હંમેશા કોઈ ઋષિ કે સંત કે મહાત્મા પ્રગટ થયા છે. તેમણે ઉમેર્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણ પણ એવા સમયે આવ્યા હતા જ્યારે સેંકડો વર્ષોની ગુલામી બાદ દેશ નબળો પડ્યો હતો અને પોતાનામાંથી વિશ્વાસ ઊઠી ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણ અને તે સમયના તમામ સંતોએ ન માત્ર નવી આધ્યાત્મિક ઊર્જા આપી, પરંતુ આપણા સ્વાભિમાનને પણ જાગૃત કર્યું અને આપણી ઓળખને પુનર્જીવિત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શિક્ષાપત્રી અને વચનામૃતનું યોગદાન આ દિશામાં વિશાળ હતું અને તેમના ઉપદેશોને આત્મસાત કરવું અને તેમને આગળ વધારવું એ આપણા બધાની ફરજ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમને પ્રસન્નતા છે કે, વડતાલ ધામ માનવતાની સેવા અને નવા યુગનાં નિર્માણમાં બહુ મોટું પ્રદાન કરીને એક મોટું પ્રેરણાસ્ત્રોત બની ગયું છે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે, એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત સ્વામિનારાયણ પરંપરાના શિષ્યોએ એક લાખથી વધુ વૃક્ષો વાવ્યા છે.
પ્રધાનમંત્રીએ મોદીએ વડતાલના સંતો-મહંતો અને સમગ્ર સ્વામિનારાયણ પરિવારને વિકસિત ભારતના આ પવિત્ર હેતુને લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ સંતો અને શિષ્યોને લોકોને પ્રેરિત કરવા અપીલ કરી હતી કે, આવનારા 25 વર્ષ સુધી તેઓ વિકસિત ભારતનાં લક્ષ્યાંકને જીવી શકે અને દરેક ક્ષણે આપણી જાતને તેની સાથે જોડાયેલા રાખે. તેમણે ઉમેર્યું હતું કે, વિકસિત ભારત માટે પ્રથમ શરત તેને આત્મનિર્ભર ભારત બનાવવાની હતી અને તેને હાંસલ કરવા માટે કોઈ બહારના વ્યક્તિની જરૂર નથી, પરંતુ ભારતના 140 કરોડ નાગરિકો માટે છે. શ્રી મોદીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત શિષ્યોને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીને યોગદાન આપવા વિનંતી કરી હતી.
વિકસિત ભારત માટે દેશની એકતા અને અખંડિતતાના મહત્વ પર પ્રકાશ પાડતા વડાપ્રધાને કહ્યું હતું કે, સ્થાપિત હિતો સમાજને નષ્ટ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારનાં પ્રયાસોને સંગઠિત રીતે હરાવવાનાં આ પ્રયાસની ગંભીરતાને સમજવી અનિવાર્ય છે.
પીએમ મોદીએ નોંધ્યું હતું કે, વિકસિત ભારતનો ઉદ્દેશ ત્યારે જ સરળતાથી હાંસલ થશે, જ્યારે 140 કરોડ ભારતીયો એક સાથે મળીને એક સમાન ઉદ્દેશ પાર પાડશે. તેમણે ઉમેર્યું હતું કે, આ યાત્રાને પૂર્ણ કરવામાં આપણાં સંતોનું માર્ગદર્શન ઘણું મહત્ત્વનું છે. પ્રધાનમંત્રીએ સમગ્ર વિશ્વમાંથી આવેલા તમામ સંતોને દર 12 વર્ષે યોજાતા પૂર્ણ કુંભ વિશે અને ભારતના વારસાની એક દીવાદાંડી સમાન પૂર્ણ કુંભ વિશે દુનિયા સમક્ષ પ્રચાર કરવા અપીલ કરી હતી.
પ્રવચનના સમાપનમાં નરેન્દ્રભાઈએ પોતે રૂબરૂ હાજર રહી ન શકવા બદલ માફી માંગી હતી અને સ્વામિનારાયણ મંદિરના તમામ સંતો-શિષ્યોને દ્વિશતાબ્દી ઉજવણી માટે શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચોઃ UPSC સિવિલ સર્વિસીઝની પરીક્ષાનો કન્સેપ્ટ સમજવો હોય તો આ અચૂક વાંચો