ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

VIDEO: જો બાઈડને ફરીથી એકવાર સ્ટેજ પર ગુમાવી યાદશક્તિ? PM મોદીનો પરિચય આપવાનું જ ભૂલી ગયા

ન્યુયોર્ક, 22 સપ્ટેમ્બર : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની યાદશક્તિ પર ફરી એકવાર સવાલો ઉભા થઈ રહ્યા છે. રવિવારે સવારે ડેલવેરમાં ક્વાડ નેતાઓ સાથે સ્ટેજ શેર કર્યું ત્યારે તેમની સાથે બીજી એક અવિસ્મરણીય ઘટના બની. ઈવેન્ટમાં, બાઈડન, પીએમ મોદી, ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને જાપાનના ફ્યુમિયો કિશિદાએ ઈન્ડો-પેસિફિકમાં કેન્સરના કેસ ઘટાડવા માટે કેન્સર મૂનશોટ પહેલ શરૂ કરી હતી. આ દરમિયાન અચાનક જ જો બાઈડને મંચ પર પીએમ મોદીનો પરિચય કરાવ્યો અને કહ્યું, “હું આગળ કોનો પરિચય કરાવી રહ્યો છું?” પછી જો બાઈડને પૂછ્યું, “આગળ કોણ છે?”

કેન્સર મૂનશોટ પહેલ વિશે બોલ્યા પછી, બાઈડને મંચ પર પીએમ મોદીનો પરિચય કરાવવાનો હતો, પરંતુ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ અકળાયા અને તેમના આગામી પગલા અંગે મૂંઝવણમાં દેખાયા. વડાપ્રધાન મોદી તેમના સંબોધન માટે આગળ આવ્યા ત્યારે કાર્યક્રમના સંચાલકે તેમના નામની જાહેરાત કરી.

વીડિઓ જુઓ

છેલ્લા વર્ષોમાં જૉ બાઈડન સાથે આવી ઘટનાઓ બની રહી છે. જેનાથી 81 વર્ષીય રાષ્ટ્રપતિની માનસિક સ્થિતિ અંગે ચિંતા વધી છે. આ વર્ષે જુલાઈમાં, જો બાઈડને વોશિંગ્ટનમાં નાટો સમિટમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે ભૂલથી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનો ઉલ્લેખ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તરીકે કર્યો હતો.

પછી આ વર્ષે, રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની પ્રથમ પ્રમુખપદની ચર્ચા દરમિયાન બાઈડનની કામગીરીની તપાસ કરવામાં આવી હતી કારણ કે યુએસ પ્રમુખે અનેક પ્રસંગોએ બોલવામાં અચકાટ અને ચાલવામાં પણ તકલીફ હોય તેમ જણાયું હતું. ચર્ચાએ તેમની પુનઃચૂંટણી માટે લડવાની ક્ષમતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા, જેના કારણે આખરે તેમને પ્રમુખપદની રેસમાંથી ખસી જવું પડ્યું.

આ પહેલા જ્યારે જી7 કોન્ફરન્સ દરમિયાન બાઈડન ઈટાલી પહોંચ્યા હતા ત્યારે તેમણે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને થોડી અલગ રીતે સલામ કરી હતી. આ પછી, ફોટો સેશન દરમિયાન, તે અચાનક ગ્રુપથી દૂર થઈ ગયા, મેલોની સાથેની તેમની મુલાકાતના વીડિયોમાં, બાઈડન મેલોનીને મળ્યા પછી સ્ટેજ પર ધીમે ધીમે ચાલતા જોવા મળ્યા હતા, ત્યારબાદ બંનેએ એકબીજાને ગળે લગાવ્યા અને થોડીવાર વાત કરી. આ પછી, બાઈડન મેલોનીને સેલ્યુટ કરી પછી, તે ધીમે ધીમે સ્ટેજ પરથી ચાલ્યા ગયા.

અન્ય એક ઇવેન્ટમાં, જ્યારે એક પેરાગ્લાઇડર ઉતર્યો, ત્યારે તમામ નેતાઓએ તાળીઓ પાડીને તેનું સ્વાગત કર્યું અને એકસાથે ઉભા જોવા મળ્યા. આ દરમિયાન, બાઈડન હસતાં જોવા મળ્યા અને બીજી દિશામાં ધીમેથી ચાલતા જોવા મળ્યા હતા. થોડે દૂર ચાલ્યા પછી તેમણે કોઈને અંગૂઠો પણ બતાવ્યો, પરંતુ કેમેરા તેમની તરફ ફરતા જ જોવા મળ્યું કે ત્યાં કોઈ નથી. અન્ય નેતાઓ પણ બાઈડન તરફ જોવા લાગ્યા. આ દરમિયાન, જ્યોર્જિયા મેલોની તેમનો હાથ પકડીને તેમને અન્ય નેતાઓ તરફ લાવતી જોવા મળી હતી.

બાઈડને ભૂલથી કમલા હેરિસને ઓછામાં ઓછા છ વખત પ્રમુખ તરીકે સંબોધિત કરી ચૂક્યા છે. અને એક વીડીયોમાં, બાઈડન સ્ટેજ પર એક મહિલા તરફ ચાલતા જોવા મળે છે. આ સમયે તેમની પત્ની જીલ આવે છે અને તેમને રોકે છે અને તેમને માઈક તરફ જવા માટે કહે છે. વીડિયો શેર કરતી વખતે, એવો દાવો કરવામાં આવ્યો છે કે બાઈડન આ મહિલાને ઓળખી શક્ય ના હતા. તેમણે તે મહિલાને પોતાની પત્ની જીલ સમજી સ્ટેજ પર કિસ કરવા જઈ રહ્યા હતા.

આ પણ વાંચો : અયોધ્યા/ સપા સાંસદ અવધેશ પ્રસાદના પુત્ર સામે મારપીટ, ધમકી અને બળજબરીથી અપહરણનો નોંધાયો કેસ

Back to top button