ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

VIDEO: ચીનમાં આવી પૂ-નામી, ગટરના પાઈપમાં થયો જોરદાર વિસ્ફોટ, રાહદારીઓ ગંદકીમાં તરબોળ

Text To Speech

બેઇજિંગ, 29 સપ્ટેમ્બર : તમે બધાએ સુનામીના આગમન વિશે સાંભળ્યું જ હશે. પરંતુ ચીનમાં લોકોને ગંદકીનો સામનો કરવો પડ્યો હતો. હા, આ ત્યારે થયું જ્યારે ગટરની પાઇપ ફાટી અને ગંદકી લોકો પર પાડવા લાગી, ફાટેલી પાઈપને કારણે ગંદકી અને ધુમાડાના વાદળો લગભગ 33 ફૂટની ઉંચાઈએ ઉછળ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહનો અને લોકોના ચહેરા પર પોટ્ટી  વરસવા લાગી હતી. આ ગટરની પાઇપ તાજેતરમાં નાખવામાં આવી હતી. આ ઘટના 24 સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે બની હોવાનું કહેવાય છે. જ્યાં પાઈપ ફાટ્યો તે રોડનું બાંધકામ હજુ ચાલુ છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગટરની પાઈપ ફાટતાં ઠેર-ઠેર માનવ પોટ્ટી વરસવા લાગી હતી, રસ્તા પર, કાર પર અને લોકો પર ગંદકી પડી રહી હતી. આ પોસ્ટ અનુસાર, તે અત્યંત ડરામણી અને તેનાથી પણ વધુ ઘૃણાસ્પદ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્જિનિયરો દ્વારા પ્રેશર ટેસ્ટ દરમિયાન ગટરની પાઇપ ફાટી ગઈ હતી. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે વિસ્ફોટને કારણે કોઈને ઈજા થઈ નથી. માહિતી મળતાં જ સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્યારબાદ સફાઈ શરૂ કરવામાં આવી હતી.

આ ઘટનાથી અસરગ્રસ્ત રાહદારીઓ ખૂબ જ વ્યથિત દેખાયા હતા. આવી જ એક વ્યક્તિએ કહ્યું કે જાણે મેં પોટ્ટીથી સ્નાન કર્યું હોય. મારી કાર સાવ પીળી થઈ ગઈ છે.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જ્યારે કેટલાક લોકોએ આનાથી પ્રભાવિત લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી, તો કેટલાક અન્ય લોકોએ સુવિધાઓ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

કેટલાક લોકોએ આ અંગે રાજકીય ટિપ્પણીઓ પણ કરી હતી. અન્ય એક યુઝરે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ રીતે ગંદકીનો વરસાદ લોકોને ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. તેમાં ખતરનાક પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ હોઈ શકે છે જે માનવ જીવન માટે ખતરો બની શકે છે.

આ પણ વાંચો :સ્ટેજ પર ભાષણ આપતાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની તબિયત બગડી, પછી કહ્યું- ‘હું આટલી જલ્દી મરીશ નહીં’

Back to top button