ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Video : દિલ્હીના પ્રશાંત વિહારમાં જોરદાર વિસ્ફોટ, સફેદ પાવડર મળતાં ખળભળાટ, NIA તપાસમાં જોડાઈ

Text To Speech

નવી દિલ્હી, 28 નવેમ્બર : દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં ફરી એકવાર વિસ્ફોટ થયો છે. સ્થાનિક લોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. જેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વિસ્ફોટ કયા કારણોસર થયો તેની માહિતી મેળવવામાં આવી રહી છે. હજુ સુધી જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી. જો કે ઘટનાસ્થળેથી સફેદ પાઉડર જેવું મળતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં હવે NIAની ટીમે તપાસમાં ઝુંકાવ્યું છે.

આ પહેલા 20 ઓક્ટોબરે પણ પ્રશાંત વિહાર વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, તેમને ગુરુવારે સવારે 11:58 વાગ્યે વિસ્ફોટની માહિતી મળી હતી. ફાયર એન્જિનને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિસ્ફોટ પ્રશાંત વિહાર વિસ્તારમાં સ્થિત બંસી સ્વીટ્સની સામે એક સ્ટ્રીટ વેન્ડર પાસે થયો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર છે. આ વિસ્ફોટ કયા કારણોસર થયો તેની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ 20 ઓક્ટોબરે પણ રોહિણી વિસ્તારમાં પ્રશાંત વિહાર સ્થિત CRPF સ્કૂલ પાસે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી શાળાની દિવાલ, નજીકની દુકાનો અને એક કારને નુકસાન થયું હતું.

પોલીસને સ્થળ પરથી સફેદ પાવડર જેવો પદાર્થ મળ્યો

શંકાસ્પદ વિસ્ફોટના કિસ્સામાં, પોલીસને સ્થળ પરથી સફેદ પાવડર જેવો પદાર્થ મળ્યો છે, જો કે તે શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. દિલ્હી પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બ્લાસ્ટને લઈને હજુ કંઈ સ્પષ્ટ થયું નથી.

પોલીસ તપાસમાં જોડાઈ 

પોલીસ ટીમ તપાસમાં વ્યસ્ત છે કે આ કયા પ્રકારનો વિસ્ફોટ છે. દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચવા લાગ્યા છે. આ સિવાય કોલ કરનાર વ્યક્તિની પણ માહિતી માંગવામાં આવી રહી છે. પોલીસે લોકોને અફવા ન ફેલાવવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે અમે મામલાને ગંભીરતાથી જોઈ રહ્યા છીએ અને સંપૂર્ણ રીતે તપાસમાં વ્યસ્ત છીએ.

આ પણ વાંચો :- મોદી સરકાર 5 વર્ષમાં બનાવશે 1 કરોડ ઘર, જાણો શું છે વિગતો

Back to top button