ટ્રેન્ડિંગનેશનલ

Video: રોજ દારૂ પીને આવતો હતો સરકારી શાળાનો શિક્ષક, કંટાળી વિદ્યાર્થીઓએ…

Text To Speech

જબલપુર, 04 ફેબ્રુઆરી : શિક્ષકનું કામ છે વિદ્યાર્થીઓને ભણાવવાનું અને સારું શિક્ષણ આપવાનું, પરંતુ જો શિક્ષક દારૂના નશામાં ધૂત થઇ શાળાએ પહોંચે તો આવી શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું હશે? મધ્યપ્રદેશના જબલપુરની એક સરકારી શાળાનો શિક્ષક રાજેન્દ્ર નેતામ દરરોજ દારૂના નશામાં શાળાએ આવે છે. રાજેન્દ્ર નેતામને અધિકારીઓ દ્વારા વારંવાર દારૂના નશામાં શાળામાં ન આવવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ તેની તેમના પર કોઈ અસર થઈ ન હતી. તે રોજ દારૂ પીને શાળાએ આવતો હતો. શિક્ષણની આવી હરકતોથી પરેશાન બાળકોએ પોતાના મોબાઈલમાં રાજેન્દ્ર નેતામનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

શિક્ષકની આવી હરકતોથી માત્ર બાળકો જ નહીં પરંતુ અન્ય લોકો પણ ખૂબ પરેશાન હતા. આ શિક્ષક વિરૂદ્ધ અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. બીજી તરફ શિક્ષકની આ હરકતથી બાળકો અને વાલીઓ નારાજ થયા હતા. આ પછી બાળકોએ જાતે જ નશામાં ધૂત શિક્ષકનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે નશામાં ધૂત શિક્ષક બહાર બેસીને સૂઈ રહ્યો છે. તે એટલો બધો નશામાં છે કે બાળકોનો અવાજ કે અન્ય કોલાહલની પણ તેની ઉપર કોઈ અસર થતી નથી. આ વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગનો પર્દાફાશ થયો છે.

અનેકવાર ફરિયાદ કર્યા બાદ પણ જ્યારે આ શિક્ષક વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થઈ અને તેના વર્તનમાં કોઈ ફેરફાર ન થયો તો તેને સબક શીખવવા માટે બાળકોએ નશામાં ધૂત શિક્ષકનો વીડિયો બનાવીને અધિકારીઓને મોકલ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.

નશામાં હોવાથી આ શિક્ષક માત્ર બાળકોને જ નહીં પરંતુ શાળાના અન્ય સ્ટાફને પણ હેરાન કરતો હતો. આશ્ચર્યની વાત એ છે કે ફરિયાદ બાદ પણ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે બાળકોએ જાતે જ શિક્ષણ વિભાગનો પર્દાફાશ કર્યો છે.

આ પણ વાંચોઃ Video: લંડનની શેરીઓમાં દુલ્હનના પોશાકમાં ફરતી જોવા મળી યુવતી

Back to top button