ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

VIDEO : રીલ બનાવતી વખતે છોકરીનો ખતરનાક સ્ટંટ, પાપાની પરી હવામાં કૂદી, પછી…

HD ન્યૂઝ ડેસ્ક, 26 જૂન : સોશિયલ મીડિયા પર ફેમસ થવાનું ભૂત લોકોને એટલું સતાવી રહ્યું છે કે લોકો રીલ અને VIDEO બનાવીને પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. લોકો રીલ બનાવવા માટે કોઈપણ હદે જવા તૈયાર છે. આવી જ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં સ્કૂલની બે છોકરીઓ રસ્તાની વચ્ચે ખતરનાક સ્ટંટ કરતી જોવા મળી રહી છે. લોકો VIDEO ને ખૂબ પસંદ કરી રહ્યા છે.

રસ્તાની વચ્ચે સ્ટંટ કરવો પડ્યો ભારે

વાયરલ VIDEOમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બે યુવતીઓ પોતાનો જીવ જોખમમાં મુકીને રીલ બનાવી રહી છે. બે છોકરીઓ રસ્તાની વચ્ચે ઊભી છે. અને પોતાની મિત્રના જ ખભા પર પગ મૂકી ચઢી જાય છે. અને હવામાં બેકફ્લિપ કરે છે. જો કે, સ્ટંટ કરવામાં તેણીને ભારે નુકસાન થાય છે જ્યારે તે હવામાં બેકફલિપ કરવા જાય છે, અને રસ્તા પર ખરાબ રીતે પડી જાય છે અને ઘાયલ થાય છે. ત્યાં બીજા કેટલાક મિત્રો હાજર છે જેઓ આ બધું જોઈને હસે છે, પરંતુ તેમને ખબર નથી કે છોકરી ઘાયલ થઈ છે. સૌથી મોટી વાત એ છે કે છોકરી ભૂલથી બીજી બાજુ પડી ગઈ હોત તો ટ્રકની અડફેટે આવી ગઈ હોત, સદનસીબે તે દિવાલની બાજુમાં પડી ગઈ હતી.

View this post on Instagram

 

A post shared by Shalu Kirar (@shalugymnast)

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @shalugymnast નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 6 કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 17 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું કે સદભાગ્યે છોકરી પાછળ દિવાલ સાથે અથડાઈ નથી. અન્ય એક યુઝરે કમેન્ટ કરી કે લાઈક્સના ચક્કરમાં લોકો પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છે. બીજાએ લખ્યું કે પોલીસે યુવતીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે જાહેર રસ્તાઓ જોખમી સ્ટંટ માટેનું મેદાન નથી. અન્ય એકે લખ્યું કે કેટલાક લોકો આવા સ્ટંટ કરતા પહેલા દસ વાર વિચારે છે, પરંતુ આ છોકરીઓની હિંમતની પ્રશંસા કરવી પડે. બીજાએ લખ્યું કે આ બાળકોનો ખેલ નથી, બહેન, આરામથી સ્ટંટ કરો. અન્ય એકે લખ્યું કે છોકરીઓએ એટલી બેદરકારી ન રાખવી જોઈએ કારણ કે આવી પરિસ્થિતિઓમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એકે લખ્યું કે સાર્વજનિક સ્થળે ખતરનાક સ્ટંટ કરવું ખોટું છે. એકે મજા કરતાં લખ્યું કે પાપાની પરી ઉડતી વખતે નીચે પડી ગઈ.

Back to top button