ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

VIDEO: ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવા માટે યુવતીએ પોતાના જીવને મૂક્યો જોખમમાં

Text To Speech
  • યુવતીએ ઊંચી ઈમારત પરથી લટકીને કરાવ્યું ફોટોશૂટ

HD ન્યૂઝ ડેસ્ક, 24 ફેબ્રુઆરી: સોશિયલ મીડિયા પર હાલ એક યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બહુમાળી ઊંચી ઈમારત પરથી નીચે લટકતી જોવા મળી રહી છે અને કોઈ પણ પ્રકારના ટેકા અને સલામતી વગર છોકરાનો હાથ પકડીને લટકી રહી છે. યુવતી પોતાનો જીવ જોખમમાં મૂકીને આ ખતરનાક સ્ટંટ કરી રહી છે. સોશિયલ મીડિયા એક વ્યસન જેવું બની ગયું છે જેના વિના કોઈ યુવાધન જીવી શકે તેમ નથી. આજે લોકોમાં સૌથી ખતરનાક વ્યસન સોશિયલ મીડિયાનું છે. લોકો દિવસ દરમિયાન તેનો ઉપયોગ કર્યા વિના રહી શકતા નથી. સોશિયલ મીડિયામાં લાઈક્સ અને ફોલોઅર્સ વધારવા માટે લોકો પોતાનો જીવ જોખમમાં નાખીને રીલ્સ બનાવવા લાગ્યા છે.

 

વાયરલ વીડિયોમાં યુવતી ખતરનાક સ્ટંટ કરતી દેખાઈ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે, એક છોકરી ખૂબ જ ઊંચી ઈમારત પર ઉભી છે અને એક વ્યક્તિ તેનો હાથ પકડીને તેને બિલ્ડિંગમાંથી નીચે લટકાવી રહ્યો છે. કોઈ પણ તાર કે દોરડાની મદદ વગર તે છોકરાના હાથની મદદથી જ નીચે લટકી રહી છે. બહુમાળી ઈમારતમાંથી આવો સ્ટંટ કરવો કેટલો અઘરો હોઈ શકે છે તે તમે આ વીડિયો જોઈને જ કલ્પના કરી શકો છો. વીડિયો જોઈને લોકો દાંત કચડવા મજબૂર બન્યા છે.

લોકો યુવતીને રશિયન મોડલ કહી રહ્યા છે

વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X(ટ્વિટર) પર એક યુઝર દ્વારા તેના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, શું ઈન્સ્ટાગ્રામ પર લાઈક્સ મેળવવા માટે આવું કરવું ખરેખર યોગ્ય છે? વાયરલ થઈ રહેલી આ પોસ્ટ અનુસાર, યુવતી રશિયન મોડલ હોવાનું લોકો કહી રહ્યા છે, જેનું નામ વિક્ટોરિયા ઓડિંટકોવા છે અને કોમેન્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયો UAEનો છે. અત્યારસુધીમાં 14 મિલિયન લોકોએ આ વીડિયોને જોયો છે અને 60 હજાર લોકોએ તેને લાઈક કરી છે. આ વીડિયો પર મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ કરી રહ્યા છે અને આ સ્ટંટને ડરામણો અને ખતરનાક ગણાવી રહ્યા છે.

આ પણ જુઓ: જ્યારે વિદેશી મહિલાઓ લગ્નના વરઘોડામાં ભોજપુરી ગીતો પર ઝૂમી ઊઠી

Back to top button