ટ્રેન્ડિંગવીડિયો સ્ટોરી

VIDEO/ હાથીઓના મૃત્યુ પર શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા બંધુઓ, આંખો ભીની અને તેમના ચહેરા પર જોવ મળી ઉદાસી

Text To Speech

છત્તીસગઢ, 30 ઓકટોબર: પ્રાણીઓમાં એકબીજા પ્રત્યે ઊંડી સહાનુભૂતિ હોય છે, આનું ઉત્તમ ઉદાહરણ હાલ માં જ છત્તીસગઢમાં જોવા મળ્યું છે. 26 ઓક્ટોબરના રોજ, ઘરઘોડા બ્લોકની ચુહકીમાર નર્સરીમાં વીજ કરંટથી ત્રણ હાથીઓના મોત થયા હતા. મૃતકોમાં એક બચ્ચાનો સમાવેશ થાય છે અને તમામ એક પરિવારના હતા. આ ઘટના બાદ વન વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળ પાસે ખાડો ખોદીને મૃત હાથીઓને દાટી દીધા હતા.

11KVનો ઇલેક્ટ્રિક વાયર તૂટીને ત્રણ હાથીઓ પર પડ્યો હતો, જેના કારણે ત્રણેયના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. ડ્રોન પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગના અધિકારીઓને આ અંગેની જાણ થઈ હતી. રેસ્ક્યુ ટીમ કોઈ મદદ કરી શકે તે પહેલા હાથીઓનું મોત થઈ ગયું.

ધીરે ધીરે મોટી સંખ્યામાં હાથીઓ એકઠા થયા

બુધવારે, લગભગ 35 હાથીઓનું ટોળું એકત્ર થયું જ્યાં ત્રણ મૃત હાથીઓને દફનાવવામાં આવ્યા હતા. જાણે દરેક જણ પોતાના સાથીઓને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હોય. સ્થળ પર હાથીઓ એકઠા થતા હોવાના ડ્રોન ફૂટેજ મેળવ્યા હતા. વન વિભાગના

 

તપાસ માટે સૂચના, જંગલમાં ફેન્સીંગ

હાથીના મૃત્યુના આ કેસમાં નાગરિક એજન્સીઓએ તપાસ ટીમ બનાવી છે. ઘટના સ્થળેથી બળી ગયેલા નિશાન અને અન્ય પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં આવો અકસ્માત ન બને તે માટે રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ઘરઘોડા બ્લોકની ચુહકીમાર નર્સરીમાં મોટી સંખ્યામાં હાથીઓ રહે છે, જેની સુરક્ષા માટે વન વિભાગે વાડ લગાવી છે.

આ પણ વાંચો :છોકરી બનીને માલિકો માટે રખેલની ગરજ સારી, ડાન્સ પણ કરતોઃ જાણો એક ઢંકાયેલી ક્રુરતાની પરંપરા વિશે

Back to top button