ટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

VIDEO: Elon Muskના રોબોટે કર્યો કમાલ, માનવીની જેમ ઘરનું કામ કરતો દેખાયો

Text To Speech

ટેક્સાસ (અમેરિકા), 16 જાન્યુઆરી: Elon Muskના Humanoid Robot Optimusનો ઘરનું કામ કરતો એક વીડિયો જારી થયો છે. સ્વયં ઈલોન મસ્કે તેમના X પ્લેટફોર્મ પર અપલોડ કર્યો છે. આ વીડિયોમાં રોબોર્ટ ઘરના કામમાં કપડાંને ફોલ્ડ કરતા નજરે પડે છે. આની પહેલાં પણ એક વીડિયોમાં રોબોટ સૂર્ય નમસ્કાર અને નમસ્તે કરતો દેખાયો હતો. ઈલોન મસ્કે જે વીડિયો અપલોડ કર્યો છે તેમાં રોબોટ ટી-શર્ટને ફોલ્ડ કરતો જોવા મળે છે. 21 સેકન્ડના આ વીડિયોમાં રોબોટે ડોલમાંથી ટી-શર્ટ કાઢે છે, પછી ટેબલ પર મૂકીને ફોલ્ડ કરે છે.

વીડિયો પર કોમેન્ટ્સનું ઘોડાપૂર જોવા મળ્યું

આ પોસ્ટ સાથે મસ્કે એક ટિપ્પણી પર કરી હતી. જેમાં લખ્યું છે કે, ઓપ્ટીમસ અત્યારે આ કામ આપમેળે કરી શકતો નથી, પરંતુ આવનારા દિવસોમાં ચોક્કસપણે કરી શકશે. આ વીડિયો પોસ્ટ કર્યાના કલાકો બાદ જ કોમેન્ટ્સનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. કેટલાક લોકોએ રસ દાખવીને ટીમને શુભેચ્છા પાઠવી હતી અને કેટલાક લોકોએ પૂછ્યું કે તે ક્યારે માર્કેટમાં ઉપલબ્ધ થશે? જો કે, ઘણા યુઝર્સે આશ્ચર્ય સાથે પૂછ્યું કે આ હકીકત છે?

ગયા વર્ષે નમસ્કાર કરતો વીડિયો સામે આવ્યો હતો

સપ્ટેમ્બર 2023માં @Tesla_Optimus નામના એકાઉન્ટમાંથી એક વીડિયો શેર કરાયો હતો. આ વીડિયોમાં ઓપ્ટિમસ રોબોટ સૂર્ય નમસ્કાર કરતો જોવા મળ્યો હતો. આ સિવાય તેણે યોગ કરતી વખતે નમસ્તે પણ કહ્યું હતું. આ વીડિયોમાં ઓપ્ટીમસ રોબોટ એક વ્યક્તિ સાથે એક ટાસ્ક પણ પૂર્ણ કરે છે. આમાં રોબોટ બે રંગના ક્યૂબ સરખા રંગ ધરાવતી પ્લેટમાં રાખતો દેખાય છે.

આ પણ વાંચો: વાઇરલ વીડિયો : અમેરિકામાં ભારતીય મૂળના રહેવાસીઓએ ટેસ્લા કારથી લખ્યું RAM નામ

Back to top button