ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO: જંગલમાં ફસાયેલા 6 આદિવાસીઓ માટે ફોરેસ્ટ ઓફિસર બન્યા દેવદૂત, આ રીતે બચાવ્યો જીવ

વાયનાડ, 3 ઓગષ્ટ : વન વિભાગના અધિકારીઓએ વાયનાડમાં વિનાશક ભૂસ્ખલન વચ્ચે જંગલમાં ફસાયેલા એક આદિવાસી પરિવારને બચાવ્યો હતો. અહેવાલો અનુસાર, વન વિભાગના અધિકારીઓએ જે 6 આદિવાસીઓના જીવ બચાવ્યા હતા, તેમાં 4 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. કાલપેટ્ટા રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે. હાશિસના નેતૃત્વમાં 4 લોકોની ટીમ ગુરુવારે એક આદિવાસી પરિવારને બચાવવા માટે જંગલની અંદર ખતરનાક રસ્તાઓ પર નીકળી હતી. વાયનાડના પાનિયા સમુદાયનો આ પરિવાર એક ટેકરી પર સ્થિત એક ગુફામાં ફસાઈ ગયો હતો, જેની બાજુમાં ઊંડી ખાડી હતી.

‘જંગલ નજીક એક મહિલા અને તેનું બાળક ભૂખ્યા અને તરસ્યા મળી આવ્યા’

અત્યંત જોખમી પરિસ્થિતિમાં ફસાયેલા આ પરિવારમાં 1 થી 4 વર્ષની વયના 4 બાળકો પણ હતા. વન અધિકારીઓની ટીમને ગુફા સુધી પહોંચવામાં 4.5 કલાકથી વધુ સમય લાગ્યો હતો. હાશિસે શુક્રવારે કહ્યું હતું કે તેમને ગુરુવારે જંગલની નજીક એક મહિલા અને 4 વર્ષનો બાળક મળ્યો હતો. સામાન્ય લોકોને જોઈને આદિવાસીઓ ડરી જાય છે, તેથી જ વન વિભાગના કર્મચારીઓને મહિલાનો વિશ્વાસ જીતવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માતા-પુત્ર 3 દિવસથી ભૂખ્યા હતા, ત્યારબાદ વનકર્મીઓએ તેમને ખોરાક પણ પૂરો પડ્યો હતો.પછી એક સૈનિકે માસૂમ બાળકને પોતાની છાતી સાથે બાંધી દીધો હતો.

‘ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ખોરાક ખતમ થઈ ગયો’

મહિલાનો વિશ્વાસ જીત્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી તો એક હ્રદયસ્પર્શી સત્ય સામે આવ્યું. મહિલાના અન્ય ત્રણ બાળકો અને તેના પિતા ગુફામાં ફસાયા હોવાનું બહાર આવ્યું. તેમની પાસે પણ ખાવા માટે કંઈ નથી. હાશિસે કહ્યું કે પરિવાર આદિવાસીઓના એક વિશેષ વર્ગનો છે, જે સામાન્ય રીતે બહારના લોકો સાથે ભળવાનું પસંદ કરતા નથી. તેમણે કહ્યું, ‘તેઓ સામાન્ય રીતે જંગલમાં મળતી વસ્તુઓ પર આધાર રાખે છે અને સ્થાનિક બજારમાં તે વસ્તુઓ વેચીને ચોખા ખરીદે છે. પરંતુ એવું લાગે છે કે ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે તેમની પાસે ખાવા માટે કંઈ બચ્યું નથી.

‘બાળકો ખૂબ જ ડરી ગયા હતા અને થાકેલા હતા,

ફોરેસ્ટ રેન્જ ઓફિસર આદિવાસી પરિવારને બચાવવા હાથ ધરવામાં આવેલા જોખમથી ભરપૂર બચાવ અભિયાનની વિગતો શેર કરે છે. તેમણે કહ્યું કે ભારે વરસાદ વચ્ચે તેમને લપસણો અને ઢાળવાળી ખડકો પર ચઢવું પડ્યું. હાશિસે કહ્યું, ‘બાળકો ખૂબ જ ડરી ગયા હતા અને થાકેલા હતા, અમે સાથે જે કંઈ લીધું હતું તે તેમને ખાવા માટે આપ્યું હતું. ઘણી સમજાવટ પછી તેના પિતા અમારી સાથે આવવા રાજી થયા. અમે બાળકોને અમારા શરીર સાથે બાંધ્યા અને નીચે ઉતરવા લાગ્યા.’

આદિવાસી પરિવારને બચાવવા માટે અધિકારીઓ 7 કિમી ચાલી ગયા હતા

અધિકારીએ કહ્યું કે હાલમાં તેઓને અટ્ટમાલાની ઓફિસમાં રાખવામાં આવ્યા છે અને બાળકો હવે સુરક્ષિત છે. શુક્રવારે, એક અધિકારી બાળકને ખોળામાં લઈ જતા હોવાનો દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને સોશિયલ મીડિયા પર વન અધિકારીઓના બહાદુરીભર્યા કાર્યની પ્રશંસા કરી હતી. હાશિસની સાથે ડિવિઝન ફોરેસ્ટ ઓફિસર બી. એસ. જયચંદ્રન, બીટ વન અધિકારી અનિલ કુમાર અને ક્વિક રિસ્પોન્સ ટીમના સભ્ય અનૂપ થોમસે આદિવાસી પરિવારને બચાવવા માટે 7 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું.

આ પણ જૂઓ: ‘મને શું જોઈ રહ્યો છે’ ફરી એકવાર કેપ્ટન રોહિત શર્મા મેદાન પર અનોખા અંદાજમાં, જુઓ વીડિયો

Back to top button