Video : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ACS દાસ સાથે ગાંધીનગરના મુખ્ય બસ મથકની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા
- ભૂપેન્દ્રભાઈએ સામાન્ય નાગરિકની જેમ મુસાફરો સાથે વાત કરી
- ST સ્ટાફ પાસેથી મેળવી જાણકારી
ગાંધીનગર, 30 ડિસેમ્બર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક જ ગાંધીનગર ST બસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે ACS એમ.કે.દાસ સાથે બસ સ્ટેશનની ઓચિંતી મુલાકાત લેતાં STનો સ્ટાફ તથા મુસાફરો ચોંકી ગયા હતા. આ પ્રથમ વખત ઘટના બની છે કે કોઈ મુખ્યમંત્રીએ એસટી બસ સ્ટેશનમાં ઓચિંતી મુલાકાત લીધી હોય.
View this post on Instagram
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર બસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમની સાથે ACS એમ.કે.દાસ પણ જોડાયા હતા. મુખ્યમંત્રીએ પુછપરછ વિભાગમાં બેસીને ST વિભાગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સ્ટાફ પાસેથી કામગીરીની માહિતી પણ મેળવી હતી.
બસ સ્ટેશનમાં મુલાકાત વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામાન્ય નાગરિકની જેમ જ મુસાફરો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. તેમણે મુસાફરો પાસેથી જાણકારી મેળવી હતી તેમજ તેમની સુવિધાઓ વિશે ST અધિકારીઓ અને સ્ટાફને પણ જરૂરી સૂચનાઓ આપી હતી. હાલ આ મુલાકાત અંગેનો વીડિયો વાયરલ થયો છે.
આ પણ વાંચો :- રાજકોટમાં ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી હત્યાની ઘટના બની, જાણો શું થયું