VIDEO/ SP MLAની દાદાગીરી! SDMને ધક્કો મારીને કારમાં બેસાડ્યા
લખનઉ, 18 ઓકટોબર: ઉત્તર પ્રદેશમાં અધિકારીઓ અને SP નેતાઓ વચ્ચેની દલીલ અને ઝપાઝપીનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સપાના નેતા SDMને ધક્કો મારતા જોવા મળે છે. મૌની ઘોસી કિસાન કોઓપરેટિવ સુગર મિલ્સ લિમિટેડમાં ડિરેક્ટરના પદ માટે ચૂંટણી હતી. અનિયમિતતાનો આરોપ લગાવતા ઉમેદવાર અને અન્ય સપા નેતાઓ જિલ્લા પ્રમુખ દૂધનાથ યાદવના નેતૃત્વમાં હડતાળ પર બેઠા હતા અને ઘોસી સુગર મિલમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ પછી SDM અને SP નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
શું છે સમગ્ર મામલો?
ઘોસી સુગર મિલમાં ડિરેક્ટર પદ માટે ચૂંટણી ચાલી રહી છે. 9 ડિરેક્ટરોની ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ ગઈ હતી, પરંતુ એક પોસ્ટ પર સપા અને ભાજપ એમ બે પક્ષના ઉમેદવારો વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. બંને ઉમેદવારોને 9-9 મત મળતા ચૂંટણી ટાઈ થઈ હતી, જેના પર મોડી રાત સુધી હંગામો ચાલુ રહ્યો હતો.
વહીવટીતંત્રે સવારે ચિઠ્ઠીઓ મારફત ચૂંટણી યોજવાનું નક્કી કર્યું અને બધા ત્યાંથી નીકળી ગયા. તે જ સમયે, સમાજવાદી પાર્ટીના નેતાઓએ રાત્રે જ ચૂંટણી પરિણામ જાહેર કરવાનું દબાણ શરૂ કર્યું. એસપી કાર્યકરોના હંગામાને કારણે રિટર્નિંગ ઓફિસર સત્ય પ્રિયા સિંહ, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર એસડીએમ રાજેશ અગ્રવાલ અને બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર રમાકાંત ચૂંટણી અંગે કોઈ નિર્ણય લીધા વિના જ નીકળી ગયા હતા.
सपा विधायक घोसी सुधाकर सिंह ने एसडीएम का बांह पड़कर धक्का देकर, उनकी गाड़ी में बैठाया और धमकाया, मुंह पर उंगली रखकर चुप रहने की दी हिदायत! pic.twitter.com/2GcG1zybLE
— Avinash Tiwari (@TaviJournalist) October 18, 2024
ચૂંટણી અધિકારીની હાજરીમાં સવારે 10:00 વાગ્યાથી ફરીથી ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને ફરીથી સમાન સંખ્યામાં મતદાન થયું હતું. આ પછી લોટરી સિસ્ટમ દ્વારા વિજેતાની પસંદગી કરવા સર્વાનુમતે સંમતિ આપવામાં આવી હતી! જેમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આનાથી સપાના નેતાઓ ગુસ્સે થઈ ગયા અને હંગામો મચાવવા લાગ્યા.
ઘોસીના એસડીએમ રાજેશ અગ્રવાલ હંગામાને શાંત કરવા ભીડ વચ્ચે પહોંચ્યા. આના પર સપાના ઘોસીના ધારાસભ્ય સુધાકર સિંહે તેમનો હાથ પકડીને તેમને કારમાં બેસવા માટે દબાણ કર્યું અને તેમને કંઈ ન બોલવાની સૂચના આપી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.
આ પણ વાંચો : ખેડૂતોની સુધરી દિવાળી, ઘઉં-સરસવ સહિત અનેક પાક પર MSP વધારવાનો સરકારે કર્યો નિર્ણય