ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરીસાયન્સ એન્ડ ટેકનોલોજી

વીડિયોઃ મોટાં કાવતરાંનો પર્દાફાશ, રેડિયોએક્ટિવ સામગ્રી-રેડિયોગ્રાફિક કેમેરા સાથે પાંચ ઝડપાયા

  • આરોપીઓની દેહરાદૂનના રાજપુર રોડ પર સ્થિત બ્રુક એન્ડ વુડ્સ કોલોનીના એક ઘરમાંથી ધરપકડ કરવામાં આવી

દહેરાદુન, 13 જુલાઈ, 2024: ઉત્તરાખંડમાં એક મોટા દેશ વિરોધી કાવતરાંનો પર્દાફાશ થયો છે. ગઈકાલે શુક્રવારે સાંજે રાજ્યના મુખ્ય શહેર દહેરાદુનમાં રેડિયોએક્ટિવ સામગ્રી તેમજ રેડિયોગ્રાફિક કેમેરા સાથે પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે. આ દેશ વિરોધી તત્વોએ એક ઘરમાં આ બધી સામગ્રી સંતાડી હતી અને ત્યાંથી કોઇક કાવતરું કરતા હતા.

આ આઘાતજનક ઘટનાની વિગતો અનુસાર સરકારી સુવિધામાંથી કથિત રીતે ચોરાયેલી કિરણોત્સર્ગી સામગ્રી દહેરાદૂનના એક ઘરમાંથી મળી આવી હતી, જેના પગલે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી હતી. વાસ્તવમાં સ્થાનિકોએ શંકાસ્પદ લોકોની હાજરી અંગે પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસે ઘરમાં દરોડો પાડ્યો હતો. આ આરોપીઓની દેહરાદુનના રાજપુર રોડ પર સ્થિત બ્રુક એન્ડ વુડ્સ કોલોનીના એક ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

ધરપકડ કરાયેલા શકમંદો મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના સહારનપુરના છે. ઉત્તરાખંડના દેહરાદુનમાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક અજય સિંહે ANIને જણાવ્યું કે પોલીસે રેડિયોએક્ટિવ સામગ્રી અને રેડિયોગ્રાફિક કૅમેરા મળી આવતાં પાંચ લોકોની અટકાયત કરી છે. તેમણે જણાવ્યું કે જ્યારે સત્તાવાળાઓએ બોક્સ ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે શંકાસ્પદ લોકોએ ચેતવણી આપી હતી કે અંદર રહેલા કિરણોત્સર્ગી રસાયણોથી તેમને નુકસાન શકે છે. પોલીસે ANIને જણાવ્યું કે, શંકાસ્પદ લોકોએ રેડિયોએક્ટિવ મટિરિયલ બોક્સનો કરોડો રૂપિયાનો વેપાર કરવાની યોજના બનાવી હતી.

જૂઓ અહીં વીડિયો –

એસએસપીએ કહ્યું કે ગુપ્તચર એજન્સીઓ અને એસડીઆરએફની ટીમની તપાસ બાદ જાણવા મળ્યું કે આ બોક્સમાં રેડિયોએક્ટિવ સામગ્રી છે. એસએસપી અજય સિંહે કહ્યું કે અગ્રણી એટમિક એજન્સી ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનો પણ આ બાબતમાં વધુ તપાસમાં મદદ લેવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

કિરણોત્સર્ગી પદાર્થો માટેના નિયમો 1962ના અણુ ઊર્જા અધિનિયમ હેઠળ આવે છે. કેન્દ્ર સરકાર લેખિત સંમતિ વિના કિરણોત્સર્ગી પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ, ઉપયોગ, ટ્રાન્સફર, નિકાસ, આયાત, પરિવહન અને નિકાલ પર પ્રતિબંધ મૂકી શકે છે. રેડિયોગ્રાફી કેમેરા ઑબ્જેક્ટ અથવા શરીરની અંદરની છબીઓ બનાવવા માટે એક્સ-રે અથવા ગામા કિરણોનો ઉપયોગ કરે છે. આ છબીઓનો ઉપયોગ ઔદ્યોગિક વસ્તુઓનું નિરીક્ષણ કરવા માટે થઈ શકે છે.

આ પણ વાંચોઃ સમગ્ર વિશ્વમાં રેડિયોએક્ટિવ સામગ્રીની ચોરીના કેસમાં વધારો, મોટા ખતરાની ચેતવણી

દેહરાદૂન પોલીસે શંકાસ્પદ કિરણોત્સર્ગી સામગ્રી ધરાવતા કેટલાક બોક્સ જપ્ત કર્યા છે અને તે રાખવા બદલ પાંચ લોકોની ધરપકડ કરી છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના નિષ્ણાતોની ટીમ દ્વારા બોક્સની અંદરની સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કાશ્મીરમાં 4 સગીર રોહિંગ્યા છોકરીઓને માનવ તસ્કરીની ચુંગાલમાંથી બચાવવામાં આવી

Back to top button