VIDEO: ચા પીવા ભેગા થયા…પછી એકાએક બનેવીએ સાળા પર કર્યો છરી વડે હુમલો, હત્યા કરી રસ્તા પર ફેંકી લાશ
ઇટાવા, 31 ઓગસ્ટ : ઉત્તર પ્રદેશના ઇટાવામાં એક યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. બનેવી સાળાની હત્યા કરી નાખી છે. પહેલા બનેવીએ સાળાને ચા પીવા દુકાને બોલાવ્યો, જ્યાં ચા પીતી વખતે બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ પછી બનેવી સાળાપર છરી વડે હુમલો કર્યો હતો. હત્યા બાદ આરોપીએ જ લાશને રોડ પર ફેંકી દીધી હતી. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. એસએસપી ઇટાવા સંજય કુમાર વર્માએ જણાવ્યું કે આરોપીનું નામ જ્યોતિ મૌર્ય છે.
જેણે તેના સાળા મોનુ યાદવના ગળા પર 4-5 વાર હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક પહેલા આરોપીની નર્સરીમાં કામ કરતો હતો. આ સમય દરમિયાન જ્યોતિ મૌર્યએ તેની બહેન સાથે સંબંધ બાંધ્યો હતો. બંનેના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. પરંતુ પરિવાર આ લગ્નથી ખુશ ન હતો. મોનુના પરિવારે આ અંગે કેસ પણ દાખલ કર્યો હતો. આ લગ્ન કોર્ટે ફગાવી દીધા કારણ કે છોકરી પુખ્ત ન હતી. જે બાદ આરોપી અને યુવતીના પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.
— parmod chaudhary (@parmoddhukiya) August 31, 2024
લોકોએ આરોપીને પોલીસને હવાલે કર્યો હતો
બાદમાં યુવતીના અન્ય જગ્યાએ લગ્ન કરી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પ્લાનિંગના ભાગરૂપે તેના સાળા ને ચા પીવા બોલાવ્યો હતો. જે બાદ બંને ચા પીવા ગયા હતા. અહીં તેમના જૂના મુદ્દાને લઈને દલીલ થઈ હતી. જે બાદ મૌર્યએ છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. રેલ્વે સ્ટેશન પર દિવસના અજવાળામાં બનેલી ઘટના બાદ લોકો ભયભીત થઈ ગયા હતા. હત્યા બાદ મૌર્યએ લોહીથી લથપથ લાશ રોડ પર ફેંકી દીધી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકોએ આરોપીને સ્થળ પર પકડી જીઆરપીને હવાલે કર્યો હતો. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :સિદ્ધુ મૂસેવાલાના પિતાની સુરક્ષામાં રોકાયેલા બે ગાર્ડ એકબીજા સાથે બાખડ્યા, માથામાં આવી ગંભીર ઈજા