ટ્રેન્ડિંગફન કોર્નરલાઈફસ્ટાઈલવિશેષવીડિયો સ્ટોરી

વીડિયો: પ્લેનને ફેરવ્યું લક્ઝરી વિલામાં, આ અંગે આનંદ મહિન્દ્રાએ પણ આપી પ્રતિક્રિયા

Text To Speech

વીડિયો, 19 ફેબ્રુઆરી : દરેક વ્યક્તિ આલીશાન ઘરમાં રહેવા માંગે છે. આ માટે લોકો કરોડો અને અબજો રૂપિયા ખર્ચવાથી અચકાતા નથી. તમે લક્ઝરી વિલામાં મોટા ગાર્ડન, સ્વિમિંગ પૂલ સહિતની તમામ સુવિધાઓથી વાકેફ હશો, પરંતુ શું તમે ક્યારેય પ્લેનને લક્ઝરી વિલા તરીકે જોયું છે? આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ રિટાયર્ડ પ્લેનને લક્ઝુરિયસ વિલામાં ફેરવી દીધું છે. તેની સુંદરતા જોઈને કોઈપણ વ્યક્તિ આશ્ચર્ય અનુભવશે.

આનંદ મહિન્દ્રાએ પ્લેનને લક્ઝરી વિલાનો લુક આપતો વીડિયો શેર કર્યો છે.જાણીતા બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર આ વીડિયો શેર કર્યો છે. તેણે આ વીડિયો સાથે કેપ્શન આપ્યું છે, ‘કેટલાક લોકો નસીબદાર હોય છે જે પોતાના સપનાને વાસ્તવિકતામાં ફેરવી શકે છે. અને આ ચેમ્પની કલ્પનામાં કોઈ ખામી હોય તેમ લાગતું નથી. હું એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું કે શું મને અહીં રોકાણ કરવા માટે રુચિ રાખવી જોઈએ કે નહીં. પરંતુ જેટ લેગ પોસ્ટના અનુભવ પછી હું આ વિશે થોડો ચિંતિત છું.

પ્લેન થયું લક્ઝરી વિલામાં કન્વર્ટ

લોકો પોતાની કલ્પનાઓને સાચી બનાવવા માટે કંઈ પણ કરી શકે છે. આ વ્યક્તિએ પ્લેનને લક્ઝરી વિલામાં બદલી નાખ્યું છે. આ વિલાને ડેવલપર ફેલિક્સ ડેમિને તૈયાર કર્યો છે. આ બે બેડરૂમનો વિલા છે અને તેમાં સ્વિમિંગ પૂલ પણ છે. વીડિયોની શરૂઆતમાં ડેમિન વિલાની ટૂર કરાવે છે. આ દરમિયાન પ્લેનના દરેક ભાગમાં બનેલા વિલાના ભાગો વિશે પણ જણાવે છે.

6 લાખથી વધુ વ્યૂઝ

આ વીડિયો પોસ્ટ થયા બાદ 6 લાખથી વધુ લોકોએ તેને જોયો છે. આ વીડિયોને લગભગ 7 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. X યુઝર્સ વીડિયો જોયા પછી ઘણા રસપ્રદ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું ‘ઓન્લી રિલેક્સેશન એન્ડ ટર્બ્યુલન્સ’, બીજા યુઝરે લખ્યું ‘શેર કરવા બદલ આભાર.’ બીજાએ લખ્યું ‘માત્ર એક શબ્દ – અદ્ભુત.’

આ પણ વાંચો : વીડિયો: વરરાજાની ગાડીનો આ તે કેવો શણગાર! લગ્ન કરવા જાય છે કે…

Back to top button