Video : 172 પેસેન્જર લઈ જતા અમેરિકન એરલાઇન્સના પ્લેનમાં આગ લાગી, ધુમાડાના ગોટા ઉડ્યા


નવી દિલ્હી, 14 માર્ચ : અમેરિકન એરલાઇન્સના એક પ્લેનમાં અચાનક આગ લાગી હતી. એરપોર્ટ પર ઉતર્યા બાદ થોડી જ વારમાં પ્લેન સળગવા લાગ્યું હતું. પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોઈને મુસાફરોમાં પણ ગભરાટ ફેલાઈ ગયો હતો. તમામ મુસાફરોને તરત જ વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ દુર્ઘટના ગુરુવારે સાંજે થઈ, જ્યારે ડેનવર એરપોર્ટના ગેટ નંબર C38 પર પાર્ક કરેલા અમેરિકન એરલાઈન્સના પ્લેનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો.
🚨 BREAKING: American Airlines Plane Erupts in Flames at Denver Airport—Passengers Evacuate in Chaos
This isn’t normal.
🔥 An American Airlines plane just caught fire at Denver International Airport.
🔥 Passengers were forced to evacuate onto the wing as flames and thick smoke… pic.twitter.com/VWkUm1B1rn
— Brian Allen (@allenanalysis) March 14, 2025
172 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ગુરુવારે સાંજે 6.15 વાગ્યે બની હતી. વિમાનમાં 172 મુસાફરો સવાર હતા. આ સિવાય પ્લેનમાં 6 ક્રૂ મેમ્બર પણ હતા. પ્લેન એરપોર્ટ પર લેન્ડ થયું જ હતું કે પાર્કિંગમાં પાર્ક કરતાની સાથે જ અચાનક પ્લેનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ધુમાડો એટલો ભયંકર હતો કે તેને જોઈને પ્લેનમાં બેઠેલા મુસાફરોમાં જ નહીં પરંતુ એરપોર્ટ પર હાજર લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો.
એન્જિનમાં આગ લાગી હતી
માહિતી મળતાની સાથે જ તમામ મુસાફરોને પ્લેનમાંથી ઉતારીને સુરક્ષિત રીતે ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા. પ્લેનમાં હાજર તમામ ક્રૂ મેમ્બરોએ સમજદારીથી કામ કર્યું અને લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પ્લેનમાં લાગેલી આગને પણ કાબૂમાં લેવામાં આવી છે.
આ પણ વાંચો :- જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશમાં વહેલી સવારે 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો