ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO: વાયુશક્તિમાં R-73 મિસાઈલ લક્ષ્ય ચૂકી ગઈ, ઉપયોગ પર ઉઠયા સવાલ

  • પોખરણમાં વાયુશક્તિ 2024 એર પાવર કવાયતનું કરવામાં આવ્યું હતું આયોજન

પોખરણ, 19 ફેબ્રુઆરી: પોખરણમાં ભારતીય વાયુસેના દ્વારા શનિવારે આયોજીત વાયુશક્તિ 2024 એર પાવર કવાયત દરમિયાન, વાયુસેનાના તેજસ ફાઇટર જેટે એર ટાર્ગેટ પર R-73 મિસાઇલ છોડી હતી. પરંતુ મિસાઈલ ટાર્ગેટ ચૂકી ગઈ હતી. તે જ સમયે, રાફેલ ફાઈટર જેટમાંથી છોડવામાં આવેલી મીકા IR મિસાઈલે ચોકસાઈ સાથે ટાર્ગેટ પર નિશાન સાધ્યું હતું. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું R-73 મિસાઈલનો ઉપયોગ કરવો જોઈએ? અથવા તેની જગ્યાએ કોઈ અન્ય દેશી કે વિદેશી હથિયાર જોવા જોઈએ. ઇન્ટરનેટ પર આની ખૂબ ચર્ચા થઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ મિસાઈલની જગ્યાએ કોઈ અન્ય હથિયારનો ઉપયોગ કરવામાં આવે.

 

જ્યારે તેજસે R-73 મિસાઈલ છોડ્યું ત્યારે હવામાન યોગ્ય હતું. લક્ષ્ય સામે હતું. પરંતુ મિસાઈલ લક્ષ્યની નજીકથી પસાર થઈ ગઈ. એવું લાગે છે કે તેનો ફ્યુઝ ટ્રિગર થયો નથી. જ્યારે સાચું કારણ જાણી શકાયું નથી, પરંતુ તપાસની જરૂર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ મિસાઇલ તેજસ ફાઇટર જેટમાં લગાવવામાં આવી જોઈએ કે નહીં?

તેજસ ફાઈટર જેટને ASRAAMથી સજ્જ કરવાની માંગ

વાયુસેના પણ R-73 મિસાઈલની મર્યાદાઓ જાણે છે. તેજસ ફાઈટર જેટને અદ્યતન શોર્ટ રેન્જ એર-ટુ-એર મિસાઇલ (ASRAAM)થી સજ્જ કરવામાં આવે તેવી સતત માંગ કરવામાં આવી રહી છે. જેથી ક્લોઝ કોમ્બેટમાં દરમિયાન સચોટ નિશાન સાધી શકાય. આ પહેલા એ જાણવું પણ જરૂરી છે કે આ R-73 મિસાઈલથી વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પાકિસ્તાનના F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું હતું. ભારતમાં આ મિસાઈલ બનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ હાલમાં તેનું નિર્માણ રશિયાની ટેક્ટિકલ મિસાઈલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે.

 

જાણો શું છે મિસાઈલની શક્તિ અને મર્યાદાઓ?

ભારતીય વાયુસેના ઈચ્છે છે કે, તેના ફાઈટર જેટ્સ પાસે આ મિસાઈલનું લેટેસ્ટ વર્ઝન R-73E મિસાઈલ હોય. તેને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત મેક-3 પ્રોજેક્ટમાં બનાવવામાં આવશે. લેટેસ્ટ વર્ઝનની  રેન્જ 30 કિમી છે. આ ઉપરાંત, તે RVV-MD ટેકનોલોજીથી સજ્જ છે, જે તેની રેન્જને 40 કિમી સુધી વધારી દે છે.

 

કોઈપણ પ્રકારના એરક્રાફ્ટમાં ઇન્સ્ટોલ કરી શકાય

આ મિસાઈલ માત્ર ડોગ ફાઈટ માટે બનાવવામાં આવી છે. તે કોઈપણ દિશામાંથી હવાઈ લક્ષ્યોને હિટ અને નષ્ટ કરી શકે છે પછી ભલે દિવસ હોય કે રાત. ઈલેક્ટ્રોનિક કાઉન્ટરમેઝર્સવાળા વાતાવરણમાં પણ આ મિસાઈલ દુશ્મનના ટાર્ગેટને ચોક્કસ રીતે હિટ કરે છે. આ મિસાઈલને ફાઈટર જેટ, બોમ્બર કે એટેક હેલિકોપ્ટર પર લગાવી શકાય છે.

મિસાઇલ 2500 કિમી/કલાકની ઝડપે કરે છે હુમલો

આ મિસાઈલ કમ્બાઈન્ડ ગેસ એરોડાયનેમિક કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે. જે લાઇન ઓફ સાઇટ પર 60 ડિગ્રી સુધીની તાકાત આપે છે. જેનો અર્થ એ છે કે, દુશ્મન પર હુમલો કરતી વખતે સીધી રેખામાં જતી મિસાઇલ અચાનકથી આટલા એંગલ પર ફેરવી પણ શકાય છે. તેની મહત્તમ ઝડપ 2500 કિમી પ્રતિ કલાક છે. તે 2 મીટરની ઊંચાઈથી 20 કિમીની ઊંચાઈ સુધી જઈ શકે છે તેમજ 30 કિમીની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકે છે.

આ પણ જુઓ: ભારત અને રશિયા દ્વારા બનાવવામાં આવી રહેલી બ્રહ્મોસ-NG મિસાઇલ કેટલી શક્તિશાળી હશે

Back to top button