Video: મેટ્રો સ્ટેશન પરથી એક વ્યક્તિ કૂદ્યો, CISFએ જીવ બચાવવા કર્યું આ કામ
દિલ્હી, 13 ઓગસ્ટ: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ઘટનાના કથિત વીડિયોમાં વ્યક્તિ રેલિંગ પર ચઢીને મેટ્રો સ્ટેશનની છત પર બેઠેલો જોવા મળે છે. કેટલાક સુરક્ષાકર્મીઓ તેની સુરક્ષા માટે ધાબળા પકડીને ઊભા જોવા મળે છે. નીચે ઉભેલા લોકો માણસને કહી રહ્યા છે કે ભાઈ કૂદતો નહીં, પણ માણસ કોઈની વાત સાંભળવા તૈયાર નથી. આવી સ્થિતિમાં મેટ્રો સ્ટેશન પર રેલિંગની બીજી બાજુ ઉભેલા એક સુરક્ષાકર્મીએ માણસને પકડવા હાથ લંબાવતા જ તે વ્યક્તિ મેટ્રો સ્ટેશનથી નીચે રોડ પર કૂદી પડ્યો.
CISFએ ધાબળો ફેલાવીને બચાવવાનો કર્યો પ્રયાસ
વ્યક્તિ કૂદ્યા પછી, નીચે ઉભેલા CISF સુરક્ષાકર્મીઓ તે વ્યક્તિને ધાબળામાં પકડી લે છે, પરંતુ માથામાં ઈજાને કારણે તે બેભાન થઈ જાય છે, ત્યારબાદ તેને સંજય ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જ્યાં તેનું મૃત્યુ થાય છે. ત્યાં ઉભેલા કેટલાક લોકોએ આ ઘટનાને પોતાના ફોનમાં કેદ કરી લીધી હતી. આ દર્દનાક ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઘટના મહારાજા સૂરજમલ મેટ્રો સ્ટેશનની
રાષ્ટ્રીય રાજધાનીના પશ્ચિમ દિલ્હી વિસ્તારમાં મહારાજા સૂરજમલ મેટ્રો સ્ટેશનના એલિવેટેડ પ્લેટફોર્મ નંબર 1 પરથી એક 49 વર્ષીય વ્યક્તિએ કૂદીને આત્મહત્યા કરી હતી. આ ઘટના લગભગ બપોરે 1:03 વાગ્યે બની હતી અને નાંગલોઈ મેટ્રો પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી કે એક વ્યક્તિ આત્મહત્યા કરવાના ઈરાદે મહારાજા સૂરજમલ સ્ટેશનથી રોડ કિનારે કૂદી ગયો હતો. પોલીસે જણાવ્યું કે વ્યક્તિની ઓળખ હરીશ તરીકે થઈ છે અને તે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં કામ કરતો હતો.
તેમણે કહ્યું કે ઘટનાસ્થળે પહોંચ્યા પછી પોલીસને જાણ કરવામાં આવી કે વ્યક્તિને સંજય ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના 8 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે બની હતી.
અહીં જૂઓ વીડિયો:
Delhi Metro (Man jumps from station CISF was able to save him)
pic.twitter.com/mZCFeTpibj— Ghar Ke Kalesh (@gharkekalesh) August 13, 2024
વપરાશકર્તાઓએ શું કહ્યું?
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લોટફોર્મ X પર Ghar ke kaleshનામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ દર્દનાક ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું… શું કારણ હશે કે વ્યક્તિએ પોતાનો જીવ આપવો પડ્યો? અન્ય એક યુઝરે લખ્યું છે કે કેવા કેવા લોકો છે કે મરતા પહેલા પહેલા પોતાના પરિવાર વિશે પણ વિચારતા પણ નથી. તો અન્ય યુઝરે લખ્યું…આ વ્યક્તિ દેવાદાર થઈ ગયો હશે.
આ પણ વાંચો: ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓ થયા બેશરમ, મર્યાદા નેવે મૂકી … જૂઓ વીડિયો