Video: લંડનની શેરીઓમાં દુલ્હનના પોશાકમાં ફરતી જોવા મળી યુવતી


લંડન, 04 ફેબ્રુઆરી : ભારતમાં જ્યારે તમે કોઈ યુવતીને દુલ્હનના પોશાકમાં જુવો છો ત્યારે બહુ નવાઈ નથી લગતી પરંતુ આ જ્યારે વિદેશમાં કોઈ યુવતી ભારતીય દુલ્હનના પોશાકમાં રસ્તા પર ચાલતી જોવા મળે ત્યારે ચોક્કસ આશ્ચર્ય થાય છે. હાલના સમયમાં ભારતીય સંસ્કૃતિ અને પોશાકની વિદેશમાં ભારે બોલબાલા છે. દુનિયા આખી ભારતીય સંસ્કૃતિને અનુસરવા પ્રયાસ કરી રહી છે. ત્યારે લંડનની શેરીઓમાં એક યુવતી ભારતીય દુલ્હનના પોશાકમાં ફરતી જોવા મળી હતી.
આ યુવતીઓનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ભારતીય યુવતીને દુલ્હનના પોશાકમાં જોઈને લંડનના લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે. સ્થાનિક લોકો આ યુવતીના ફોટો ક્લિક કરતા જોવા મળ્યા હતા. દુલ્હનના પોશાકમાં યુવતી ખૂબ જ સુંદર લાગી રહી છે.
View this post on Instagram
યુવતીને દુલ્હનના પોશાકમાં જોઈને લોકોના મોંમાંથી “વાહ” નીકળી ગયું
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ભારતીય યુવતી લંડનની ગલીઓમાં, મેટ્રોમાં અને ઘણી સ્થાનિક જગ્યાઓ પર દુલ્હનના પોશાકમાં ફરતી જોવા મળે છે. યુવતીને દુલ્હનના પોશાકમાં જોઈને લંડનના લોકો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. યુવતીની સુંદરતા જોઈને ઘણા લોકો ‘વાહ’ અને ‘ખૂબસૂરત’ જેવા શબ્દો આપમેળે મોંમાંથી સરી રહ્યા છે. લોકો આશ્ચર્યથી છોકરીને જુએ છે અને તેના ફોટા લેવાનું શરૂ કરે છે, જ્યારે અન્ય ઘણા લોકો છોકરીનો વીડિયો બનાવતા જોવા મળે છે. સામાન્ય રીતે લંડનમાં લોકો આવા કપડા પહેરતા નથી, તેથી લંડનના લોકો આ કપડામાં ભારતીય યુવતીને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે.
લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @shr9ddha નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 11 લાખ લોકોએ તેને લાઈક કર્યું છે અને 56 લાખ લોકોએ જોયું છે. વીડિયો પર હજારો લોકોએ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું – ‘અમને ભારતીય હોવા પર ગર્વ છે.’ અન્ય લોકોએ ટિપ્પણી કરી, ‘આ રીતે આપણો દેશ છે જેને દુનિયા જોતી રહે છે.’ ત્રીજા યુઝરે કોમેન્ટ કરી- ‘ભારતીય રાજકુમારી’.
આ પણ વાંચોઃ સ્વાસ્થ્યની ચાવી એવા યોગનો ઘરે ઘરે પ્રચાર પ્રસાર કરોઃ શિશપાલજી