ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Video : વારાણસીના કેન્ટ રેલવે સ્ટેશનના પાર્કિંગમાં આગ લાગી, 200 વાહનો સળગ્યા

Text To Speech

વારાણસી, 30 નવેમ્બર : ધાર્મિક નગરી તરીકે ઓળખાતા વારાણસીમાં આજે સવારે આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. અહીંના કેન્ટ રેલવે સ્ટેશનના પાર્કિંગમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. પાર્કિંગ એરિયામાં લાગેલી આગને કારણે 200થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બળી ગયેલા વાહનો જોઈ શકાય છે. જો કે આ ઘટનામાં કોઈના મોત કે ઘાયલ થયા હોવાની કોઈ માહિતી સામે આવી નથી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના બની છે.

200થી વધુ વાહનો સળગ્યા હતા

જાણવા મળ્યા મુજબ વારાણસીના કેન્ટ રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. આગમાં 200થી વધુ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. અહેવાલો અનુસાર, જ્યારે પાર્કિંગ એરિયામાં આગ લાગી, ત્યારે માહિતી મળ્યા પછી, ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કોઈ રીતે કાબૂ મેળવી શકાયો હતો. આમ છતાં અહીં 200થી વધુ વાહનો બળીને રાખ થઈ ગયા હતા. જેના કારણે ભારે નુકશાન થયું છે.  જો કે કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી બહાર આવી નથી.

શોર્ટ સર્કિટના કારણે આગ

અહેવાલો અનુસાર અધિકારીઓએ જણાવ્યું હતું કે રેલ્વે પોલીસ (જીઆરપી), રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને સ્થાનિક પોલીસની ટીમ સાથે ફાયર બ્રિગેડની લગભગ 12 ગાડીઓ આગને બુઝાવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી.  શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સીઓ જીઆરપી કુંવર બહાદુર સિંહે કહ્યું, ત્યાં કેટલીક સાયકલ પણ બળી ગઈ છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં બળી ગયેલા મોટાભાગના ટુ-વ્હીલર રેલવે કર્મચારીઓના છે.  ઘટના બાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બળી ગયેલા વાહનો જોઈ શકાય છે.

આ પણ વાંચો :- PM કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતો માટે મોટા સમાચાર

Back to top button