ટ્રેન્ડિંગફન કોર્નરવિશેષવીડિયો સ્ટોરી

વીડિયો: 12 વર્ષના બાળકની ચતુરાઈએ આપ્યો ભયજનક પ્રાણીને ચકમો

Text To Speech

મહારાષ્ટ્ર, 09 માર્ચ : જો તમે રૂમમાં એકલા બેઠા હોવ અને અચાનક એક ભયાનક દીપડો અંદર ઘૂસી જાય તો તમે શું કરશો. આ વિશે વિચારીને જ કોઈને પણ પરસેવો આવવા લાગે તે સ્વાભાવિક છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં પ્રકાશમાં આવી છે જ્યાં એક 12 વર્ષનો છોકરો રૂમમાં બેઠો મોબાઈલ જોઈ રહ્યો હતો, ત્યારે અચાનક એક દીપડો અંદર ઘૂસી ગયો. બાળકની નાનકડી બુદ્ધિએ માત્ર તેનો પોતાનો જ નહીં પરંતુ અન્ય લોકોનો પણ જીવ બચાવ્યો. ઓફિસની કેબિનમાં દીપડા ઘૂસ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બાળકની બુદ્ધિથી જીવ બચ્યો 

એક ઓફિસની કેબિનમાં અચાનક ઘૂસી ગયેલા દીપડાનો વીડિયો અંશુલ સક્સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર @AskAnshul નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, વોટ અ અમેઝિગ પરેજન્સ ઓફ માઇન્ડ. માલેગાંવથી દીપડાને પકડવાની ટીમ આવી ત્યાં સુધી મોહિત આહિરે નામના 12 વર્ષના છોકરાએ દીપડાને ઓફિસની કેબિનમાં બંધ કરી દીધો હતો.

અંશુલે આગળ લખ્યું, મોહિતે તરત જ તેના પિતા જેઓ સુરક્ષા ગાર્ડ છે તેમને ઘટના વિશે જાણ કરી અને કહ્યું કે તેણે દીપડાને ઓફિસની અંદર બંધ કરી દીધો છે.

મોબાઈલ જોતા દીપડો ઘુસ્યો

આ સમગ્ર ઘટના 25 સેકન્ડના CCTV વીડિયોમાં કેદ થઈ છે. મોહિત મોબાઈલ જોઈ રહ્યો હતો ત્યારે અચાનક એક દીપડો ઓફિસની કેબિનમાં ઘુસી ગયો હતો. મોહિતે ડહાપણ બતાવ્યું અને તરત જ બહાર આવીને કેબીનનો ગેટ બંધ કરી દીધો. આ સમગ્ર ઘટનામાં બાળકની બુદ્ધિ અને હિંમત દેખાતી હતી.

આ ઘટના લગ્ન હોલમાં બનેલી બુકિંગ ઓફિસમાં બની હતી, જે 22×10 ફૂટની હતી અને તેમાં બે એપાર્ટમેન્ટ હતા. દીપડો સીધો અંદરના કમ્પાર્ટમેન્ટમાં ઘુસી ગયો હતો અને બાળકને જોઈ શક્યો નહોતો. આ દરમિયાન મોહિત એકદમ શાંત રહ્યો અને ચૂપચાપ બહાર આવીને ઓફિસનો ગેટ બંધ કરી દીધો હતો.

આ પણ વાંચો : દેવી-દેવતાઓ અને મંદિરોની પરિક્રમા કેમ કરે છે લોકો? જાણો પરિક્રમાના ફાયદા

Back to top button