ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

બેંગલુરુમાં રથયાત્રા દરમ્યાન મોટી દુર્ઘટના, 100 ફુટ ઊંચો રથ ભીડ પર પડ્યો, અનેક લોકો ઘાયલ થયા

Text To Speech

કર્ણાટક, 23 માર્ચ 2025: અનેકલ (બેંગ્લોર ગ્રામિણ)માં ઉત્સવ દરમ્યાન 100 ફુટ ઊંચો રથ પડ્યો હતો, જેમાં બે લોકો ઘાયલ થઈ ગયા છે, ગ્રામિણ એસપીએ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એક શખ્સના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઘટના શનિવાર સાંજના લગભગ 6 વાગ્યાની છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, કેવી રીતે 100 ફુટ ઊંચો રથ અચાનક ડગમગવા લાગે છે અને લોકોની ભીડ પર પડે છે.

જાણકારી અનુસાર બેંગલુરુના અનેકલ નજીક હોસુર ગામમાં એક મેળામાં મદ્દુરમ્મા દેવી જાત્રામાં દેવી પ્રતિમા લઈને જઈ રહેલા એક 100 ફુટ ઊંચો રથ ભીડ પર પડ્યો હતો. કહેવાય છે કે કે શ્રદ્ધાળુઓ આ રથને ખેંચી રહ્યા હતા, ત્યારે એક જગ્યાએ જઈને આ રથ લોકો પર પડ્યો હતો. જેના કારણે રથ પર સવાર લોકો અને આજુબાજુમાં રહેલા લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી.

આ દુર્ઘટનામાં બે લોકો ઘાયલ છે. જેમાંથી એક શખ્સનું મૃત્યુ થઈ ગયું છે અને કેટલાય લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: પટનામાં એશિયા હોસ્પિટલમાં ઘુસી મહિલા ડાયરેક્ટર સુરભી રાજની ગોળી મારી હત્યા

Back to top button