ગુજરાત

ત્રિપલ તલાકનો ભોગ બનેલી પીડિતાએ કહ્યું પતિને સજા મળી તો હવે સસરા ધમકી આપે છે

Text To Speech

પાલનપુરઃ ત્રણ તલાકના કેસમાં ગુજરાતમાં પહેલીવાર કોર્ટે આરોપીને સજા આપી હતી. પાલનપુર સિંચાઇ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીએ વર્ષ 2019માં સહકર્મચારી યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યાં બાદ પોતાની મુસ્લિમ પત્નીને ત્રણ તલાક આપ્યા હતા. આ કેસમાં પાલનપુરની બીજી એડિશનલ કોર્ટના જજે આરોપીને એક વર્ષની કેદ અને રૂપિયા 5,000ના દંડની સજા કરી હતી. ત્યારે આ મામલે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે.

પીડિતાએ વધુ એક ફરિયાદ કરતા કહ્યું કે, પતિને સજા પડી છે. જોકે, સસરા હવે કેસમાં સમાધાન કરવા માટે ધમકીઓ આપી રહ્યા હોઇ મારા અને મારી દીકરી ઉપર જાનનું જોખમ છે. જેમનાથી બચવા માટે ખરો સંઘર્ષ તો હવે શરૂ થશે.

ગુજરાત પહેલું રાજ્ય જ્યાં ત્રણ તલાકના કેસમાં સજા મળી
ત્રણ તલાકના કેસમાં ગુજરાતમાં પ્રથમ વખત પોતાના પતિને સજા અપાવનારી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જુનીનગરીના શહેનાજબાનું કોર્ટના ચૂકાદાથી ખુબ જ ખૂશ છે. તેમણે તલાક પછીના ત્રણ વર્ષ કેવી રીતે વિતાવ્યા એ અંગે જણાવ્યું હતુ કે, પતિ સરફરાજખાન અને સસરા મહંમદખાન સહિત સાસરીયાઓએ મારી ઉપર બેહદ ત્રાસ ગુજાર્યો હતો. ​​​​​​​મારી ઇજ્જત ઉપર પણ છાંટા ઉડાડ્યા હતા. 

પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, પતિએ મારો વિશ્વાસઘાત કરી હિંદુ યુવતી સાથે લગ્ન કરી લીધા, અને તલાક આપી દીકરી સાથે ઘરમાંથી હાંકી કાઢી હતી. મારી ચિંતામાં મારા પિતાજી મૃત્યુ પામ્યા હતા. જે પછી ઓશિયાળુ જીવન જીવી રહી છુ. જોકે, મારા કાકાનો પરિવાર ખુદા બનીને મારી મદદ કરી રહ્યો છે. ત્રણ વર્ષ પછી મને ન્યાય મળ્યો છે.

તલાકને કારણે પિતાજીને ગુમાવ્યા
તલાક આપી નાની દીકરી સાથે પતિએ ઘરમાંથી હાંકી કાઢતાં સૌથી વધારે આઘાત મારા પિતાજી પરબતખાન ઉસ્માનખાન બિહારીને લાગ્યો હતો. મારી ચિંતામાં તેમનું મૃત્યુ થઇ ગયું હતુ. હું ઓશિયાળી બની ગઇ હતી. મારો નાનો ભાઇ છે. પરંતુ તડકામાં નીકળવાથી આંખોની બિમારી હોવાથી બહાર નીકળી શકતા નથી. જોકે, કાકાના દિકરા શમશેરખાન મહંમદખાન બિહારી અને તેમનો પરિવાર ખુદા બની મારી વ્હારે આવ્યો છે. કોર્ટ- કચેરીથી લઇ તમામ પ્રકારની મદદ માટે મારી પડખે ઉભા રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ કાયદો બનાવ્યો જેના અમે રૂણી રહીશુઃ પીડિતા
મારા પતિને કોર્ટે સજા આપી તેનાથી ત્રણ વર્ષમાં જે દુ:ખ વેઠ્યુ તે ભૂલી જવાયું છે. આનંદ થયો છે કે, મને ન્યાય મળ્યો છે. પતિના અત્યારનો ભોગ બનતી બહેનોને એક જ સલાહ આપું છુ કે, મુંગા મોઢે અન્યાય સહન કરવાને બદલે શરમ – સંકોચ રાખ્યા વિના બહાર આવો.મુસ્લિમ વુમન પ્રોટેકશન ઓફ રાઇટ ઓન મેરેજના કાયદાનો ઉપયોગ કરી ન્યાય મેળવો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારા જેવી પીડિતાઓ માટે કાયદો બનાવ્યો છે. જેમના અમે રૂણી રહીશું

Back to top button