ભગવાન પરશુરામના રોલમાં ચોંકાવશે વિક્કી કૌશલ, જુઓ ‘મહાવતાર’નો લુક


આ ફિલ્મમાં વિકી કૌશલ ભગવાન પરશુરામની ભૂમિકામાં હશે. મહાવતારનું મોશન પોસ્ટર અને સ્ટિલ પોસ્ટર મેકર્સે આજે જારી કર્યું છે
13 નવેમ્બર, HD ન્યુઝઃ વિકી કૌશલ એક પછી એક જબરજસ્ત ફિલ્મો માટે સખત મહેનત કરી રહ્યો છે. ‘છાવા’ અને ‘લવ એન્ડ વોર’ પછી હવે તેની બીજી મોટી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે, જેનું નામ છે ‘મહાવતાર’. આ એક માઈથોલોજિકલ ફિલ્મ હશે, જેના માટે વિકીએ બ્લોકબસ્ટર ફિલ્મ ‘સ્ત્રી 2‘ના નિર્માતા અમર કૌશિક અને દિનેશ વિજાનની મેડૉક ફિલ્મ્સ સાથે હાથ મિલાવ્યા છે. ‘મહાવતાર’નો વિકી કૌશલનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે જેણે દરેકને ચોંકાવી દીધા છે.
‘મહાવતાર’માં પરશુરામની ભૂમિકામાં હશે વિક્કી કૌશલ
આ ફિલ્મમાં વિકી કૌશલ ભગવાન પરશુરામની ભૂમિકામાં હશે. મહાવતારનું મોશન પોસ્ટર અને સ્ટિલ પોસ્ટર મેકર્સે આજે જારી કર્યું છે, જેમાં અભિનેતા ચિરંજીવી લાંબી દાઢી અને હાથમાં કુહાડી સાથે પરશુરામના અવતારમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં તેની પાછળ આગના અંગારા છે અને અભિનેતા પરશુરામના જ્વલંત અવતારમાં જોવા મળે છે. અભિનેતા પર આ લુક અદ્ભુત લાગે છે. વિક્કીનો ઇન્ટેન્સ લુક બધાને ચોંકાવી દેશે તેની ગેરંટી છે.
View this post on Instagram
આ દિવસે આવશે ફિલ્મ
મેકર્સે ‘મહાવતાર’ રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. વિકી કૌશલ સ્ટારર ‘મહાવતાર’ બે વર્ષ પછી એટલે કે વર્ષ 2026માં ક્રિસમસના અવસર પર રિલીઝ થશે. નિર્માતાઓએ પોસ્ટર શેર કરીને સોશિયલ મીડિયા પર લખ્યું છે કે “દિનેશ વિજાન ધર્મના શાશ્વત યોદ્ધાની વાર્તાને જીવંત કરવા માટે એક ગાથા લઈને આવી રહ્યા છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત મહાવતારમાં વિકી કૌશલ ચિરંજીવી પરશુરામની ભૂમિકા ભજવશે. ફિલ્મ ક્રિસમસ 2026ના રોજ થિયેટરોમાં આવી રહી છે.
પોસ્ટરના ખુલાસા પરથી લાગે છે કે મહાવતાર એક માયથોલોજિકલ ફિલ્મ હશે. હાલમાં અન્ય કલાકારો અને મુખ્ય અભિનેત્રીઓ જાહેર કરવામાં આવી નથી કે ફિલ્મની વાર્તા વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ સલમાન-શાહરુખ બાદ ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહને મળી ધમકી, 50 લાખની કરી માગણી