વિક્કી કૌશલે સેમ બહાદુર અને એનિમલના ક્લેશ પર આપ્યો મજેદાર જવાબ
- રણબીર, અનિલ કપૂર અને બોબી દેઓલ અભિનીત આ ફિલ્મ 1લી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ જ દિવસે વિકી કૌશલની ‘સેમ બહાદુર’ પણ રિલીઝ થઈ રહી છે.
રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ને લઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાઓ થઈ રહી છે. ફિલ્મના ટ્રેલરથી જ લોકો ક્રેઝી થઈ ગયા છે અને રણબીર તેમજ બોબીના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રણબીર, અનિલ કપૂર અને બોબી દેઓલ અભિનીત આ ફિલ્મ 1લી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ જ દિવસે વિકી કૌશલની ‘સેમ બહાદુર’ પણ રિલીઝ થઈ રહી છે. વિક્કી કૌશલે આ વાતનો મજાનો જવાબ આપ્યો છે. ફિલ્મ ‘એનિમલ’ માટે જોરદાર પ્રમોશન ચાલી રહ્યું છે અને જબરજસ્ત એડવાન્સ બુકિંગ પણ થઈ રહ્યું છે. હવે વિકી કૌશલને તેની ફિલ્મ ‘સેમ બહાદુર’ની ‘એનિમલ’ સાથેની ક્લેશ વિશે પૂછવામાં આવ્યું.
વિકી કૌશલે આ મુદ્દે ખૂબ જ હળવાશથી જવાબ આપ્યો છે. વિક્કી કૌશલે આ ક્લેશની તુલના એક ટીમ માટે રમતા બે ઓપનિંગ બેટ્સમેન સાથે કરી છે. તેણે કહ્યું, ‘જો બે ઓપનિંગ બેટ્સમેન ક્રિઝ પર આવે છે અને એક જ ટીમ માટે રમે છે, તો તમે એમ ન કહી શકો કે બંને બેટ્સમેન વચ્ચે ટક્કર છે. તેઓ એક જ ટીમ માટે રમી રહ્યા છે. તે કહે છે કે હું અને રણબીર બંને હિન્દી સિનેમા માટે રમી રહ્યા છે.
વિક્કીએ ક્રિકેટ સાથે કરી ફિલ્મની સરખામણી
વિકી કૌશલે એમ પણ કહ્યું કે એક ફિલ્મ ઝડપથી સફળતા મેળવી શકે છે અને બીજી ધીમે ધીમે આગળ વધી શકે છે. બંને ફિલ્મોનું મહત્વ એક સમાન છે. ક્રિકેટનું ઉદાહરણ આપતા તેણે કહ્યું કે એક ખેલાડી ચોગ્ગા અને છગ્ગા ફટકારી શકે છે, જ્યારે બીજો ખેલાડી ક્રિઝ પર રહેશે અને સ્ટ્રાઈક જાળવી રાખવા માટે એક અને બે રન લેતો રહેશે.
અમે દર્શકો માટે કામ કરીએ છીએ, એકબીજા માટે નહીં
વિકી કૌશલની ‘સેમ બહાદુર’ હિન્દીમાં રિલીઝ થવાની તૈયારીમાં છે, જ્યારે રણબીર કપૂરની ‘એનિમલ’ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં દેશભરમાં રીલીઝ થઈ રહી છે. વિકીએ આ ક્લેશ પર કહ્યું કે, ‘જો દર્શકોને ફિલ્મો પસંદ આવશે તો બંને ફિલ્મો ચાલશે. હું એનિમલ માટે બીજા બધાની જેમ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે દર્શકો માટે આ એક શાનદાર ફિલ્મ હશે. અમે દર્શકો માટે કામ કરીએ છીએ, એકબીજા માટે નહીં.
આ પણ વાંચોઃ એનિમલ રણબીરની સૌથી મોટી ઓપનિંગ બની શકેઃ એડવાન્સ બુકિંગમાં તેજી