વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાના અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા, છાવાની રિલીઝ પહેલા આશીર્વાદ લીધા


અમૃતસર, 11 ફેબ્રુઆરી 2025: વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાના પોતાની અપકમિંગ ફિલ્મ છાવાના પ્રમોશનમાં કોઈ કસર છોડવા માગતા નથી. હાલમાં જ બંને અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં આશીર્વાદ લેતા દેખાયા હતા. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. સોમવારે વિક્કી અને રશ્મિકાએ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી હતી.
તેની સાથે ફિલ્મની ટીમ અને પ્રોડ્યૂસર દિનેશ વિઝન પણ હાજર રહ્યા હતા. બંને કલાકારોએ ગુરુદ્વારમાં શિશ નમાવ્યું અને ફિલ્મની સારી શરુઆત માટે પ્રાર્થના કરી હતી.
View this post on Instagram
છાવા એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. જેમાં વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશ લક્ષ્મણ ઉટેકરે કર્યું છે. ફિલ્મનું ટ્રેલર અને ગીત દર્શકોને ખૂબ પસંદ આવ્યું છે.
વિક્કી અને રશ્મિકાના ફેન્સ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
આ પણ વાંચો: મહાકુંભમાં ડુબકી લગાવવામાં ઉઘાડી લૂંટ: સંગમ પહોંચવા માટે 2થી 5 હજાર ચૂકવવા મજબૂર બન્યા શ્રદ્ધાળુઓ