નવા સંસદભવન ઉપર શાનથી ત્રિરંગો લહેરાવવામાં આવ્યો
- ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે નવા સંસદભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 17 સપ્ટેમ્બરને રવિવારે સવારે નવા સંસદભવનનાં પ્રાંગણનાં ગેટ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલ સહિત ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. સોમવારથી સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર શરૂ થવાનું છે. આ સત્ર દરમિયાન જૂના સંસદભવનમાં સમાપન કાર્યવાહી થશે અને ત્યારબાદ જૂના સંસદ ભવનમાંથી નવા સંસદભવનમાં સ્થાનાંતરિત થવાની છે.
નવા સંસદ ભવનના દ્વાર પર તિરંગો ફરકાવ્યો
#WATCH | Rajya Sabha Chairman and Vice President Jagdeep Dhankhar hoists the national flag at Gaj Dwar, the New Building of Parliament. pic.twitter.com/dwlGNDfjGq
— ANI (@ANI) September 17, 2023
આવતીકાલથી શરુ થનાર વિશેષ સત્રના એક દિવસ પહેલા આજે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડેએ નવા સંસદ ભવનના દ્વાર પર તિરંગો ફરકાવ્યો હતો. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહ્યા હતા. આ ખાસ કાર્યક્રમ વિશ્વકર્મા જયંતી પર રાખવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં મલ્લિકાર્જુન ખડગે હાજર ન હતા
હાલ કોંગ્રેસની CWCની બેઠક હૈદરાબાદ ખાતે ચાલી રહી છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષે રાજ્યસભાના મહાસચિવને એક ચિઠ્ઠી લખીને જણાવ્યું હતું કે તે આ ધ્વજારોહણના કાર્યક્રમમાં સામેલ રહેશે નહીં, હાલ તેઓ હૈદરાબાદ ખાતે CWCની બેઠકમાં વ્યસ્ત છે.
આવતીકાલથી સંસદનું વિશેષ સત્ર શરૂ થશે
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ આજે સવારે 9.30 કલાકે નવી સંસદના દ્વાર પર પહોંચીને તિરંગો ફરકાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આવતીકાલે વિશેષ સત્ર જુના સંસદ ભવનમાં શરુ થશે અને ત્યારબાદ નવી સંસદમાં ચાલશે, આ નવી સંસદમાં આયોજિત થનાર પહેલું સત્ર હશે જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીએ મે મહિનાની 28મી તારીખે કર્યું હતું.
નવી સંસદ ભવનમાં કેબિનેટ મંત્રીઓને રુમ ફાળવવામાં આવ્યા
નવી સંસદ ભવનમાં કેબિનેટ મંત્રીઓ માટે રૂમ ફાળવવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, પરિવહન પ્રધાન નીતિન ગડકરી, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ, અર્જુન મુંડા, કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, ધર્મેન્દ્ર પ્રધાન, વિદેશ પ્રધાન એસ જયશંકર, અશ્વિની વૈષ્ણવ અને સ્મૃતિ ઈરાની વગેરેને ફાળવવામાં આવ્યા છે. જૂના સંસદ ભવનમાં વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓના રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર હતા, પરંતુ નવા સંસદ ભવનમાં તેમના રૂમ કે ઓફિસ પહેલા માળે ફાળવવામાં આવી છે.
આ પણ વાંચો: PM વિશ્વકર્મા યોજનાની જાહેરાત; હસ્તકલા કારીગરોના જીવનમાં પરિવર્તનનું ધ્યેય
આ પણ વાંચો: નવા સ્ટેશનના ઉદ્દઘાટન બાદ PM મોદીની મેટ્રોમાં સેલ્ફી ડ્રાઈવ