ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને છાતીમાં દુખાવો અને ગભરામણ થતાં એઈમ્સમાં દાખલ કર્યા

Text To Speech

નવી દિલ્હી, 09 માર્ચ 2025: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને અચાનક છાતીમાં દુખાવો અને ગભરામણ થતાં તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ધનખડને આજે સવારે લગભગ 2 વાગ્યે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે.

અહીં ઉલ્લેખનિય છે કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની ઉંમર 73 વર્ષ છે. હાલમાં તેમની હાલત સ્થિર છે. રવિવારે તેમને વહેલી સવારે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ધનખડને એઈમ્સ કાર્ડિયોલોજી વિભાગના પ્રમુખ ડો. રાજીવ નારંગની દેખરેખમાં ક્રિટિકલ કેયર યૂનિટમાં દાખલ કરાવ્યા છે.

ઉપરાષ્ટ્રપતિ ધનખરની સારવાર એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. ડોક્ટરોની એક ટીમ તેમની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ઉપરાષ્ટ્રપતિની તબિયત બગડ્યા બાદ તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પછી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા એઈમ્સ પહોંચ્યા અને ધનખરના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી.

૨૦૨૧ માં પણ દાખલ થયા હતા

ઉપરાષ્ટ્રપતિને અગાઉ 2021માં પણ તબિયત લથડતા દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2021 માં, 25 ઓક્ટોબરના રોજ, તેમને મેલેરિયા થયો હતો. આ કારણે તેમને AIIMSના જૂના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધનખરને બપોરે ૩ વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને મેડિસિન વિભાગના એડિશનલ પ્રોફેસર ડૉ. નીરજ નિશ્ચલની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. તે સમયે ધનખર પશ્ચિમ બંગાળના રાજ્યપાલની જવાબદારી સંભાળી રહ્યા હતા.

જગદીપ ધનખરની રાજકીય સફર

જગદીપ ધનખર ભારતના ૧૪મા ઉપરાષ્ટ્રપતિની જવાબદારી સંભાળી રહ્યા છે. આ પહેલા તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. જગદીપ ધનખરનો જન્મ ૧૮ મે ૧૯૫૧ના રોજ રાજસ્થાનમાં થયો હતો. ધનખડે ૧૯૮૯માં પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેમણે ઝુંઝુનું લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ૧૯૯૦માં તેમણે સંસદીય બાબતોના રાજ્યમંત્રીની જવાબદારી સંભાળી હતી. તેમણે ૧૯૯૩માં અજમેર જિલ્લાના કિશનગઢ મતવિસ્તારમાંથી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી જીતી હતી. પછી તેઓ પી.વી. નરસિમ્હા રાવ કાર્યકાળ દરમિયાન કોંગ્રેસમાં પણ જોડાયા હતા, પરંતુ બાદમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચો: ખતરો કે ખિલાડી:રીલ બનાવવા માટે રુમમાં ગેસ લિક કર્યો, લાઈટ ચાલું કરતા જ મોટો ધમાકો થયો

Back to top button