ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતવિશેષ

વાઇબ્રન્ટ સમિટ : સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત રૂ. ૭,૪૬૦ કરોડના MOU થયા

  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધ રૂપે MoUની સિરીઝમાં શહેરી વિકાસ ક્ષેત્રે એમ ઓ યુ સંપન્ન
  • સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ અને ૮ જેટલા રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે MoU થયા
  • રૂ. ૭,૪૬૦ કરોડનું રોકાણ – ૪,૭૫૦ થી વધુ રોજગાર અવસરો

જાન્યુઆરી-૨૦૨૪ માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦ મી સીરીઝનાં પ્રારંભ પૂર્વે જ વિવિધ ઉદ્યોગ જુથો સાથે MoUનો કાર્યક્રમ વેગવંતો બન્યો છે. રાજ્ય સરકારે પ્રતિ સપ્તાહ આવા MoU વિવિધ ઉદ્યોગો સાથે કરવાનો જે સિલસિલો શરૂ કર્યો છે તેમાં અત્યાર સુધીમાં ૩૯ MoU રૂ. ૧૮,૪૮૬ કરોડના સંભવિત રોકાણો માટેના થયા છે.

રાજ્યમાં સ્માર્ટ એન્ડ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત શહેરી વિકાસ વિભાગે પણ વાઇબ્રન્ટ સમિટ પૂર્વાર્ધ રૂપે રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાથે મહત્વપૂર્ણ MoU આ સપ્તાહે કર્યાં છે. જેમાં ૮ જેટલા ડેવલપર્સ દ્વારા રાજ્યના અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરમાં કોમર્શિયલ પ્રોજેક્ટસ, કોમર્શિયલ એન્‍ડ રેસીડેન્સીયલ પ્રોજેક્ટસ માટે કુલ રૂ. ૭૪૫૯.૬૮ કરોડના MoU શહેરી વિકાસ વિભાગ સાથે કરવામાં આવ્યા છે.આ પ્રોજેક્ટ્સ પર સત્વરે કામ શરૂ થશે અને સંભવત ૨૦૨૬ થી ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થશે એટલું જ નહિ તેમાં અંદાજે ૪,૭૫૦ જેટલા લોકોને રોજગાર મળવાની સંભાવના છે.

ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે અનેક મોટા રોકાણો તથા ઔદ્યોગિક પ્રોજેક્ટસ આવ્યા છે.આના પરિણામે રાજ્યના મહાનગરોમાં વર્લ્ડક્લાસ સુવિધાઓ વિકસે તથા અન્ય કોમર્શિયલ અને રેસીડેન્સીયલ ફેસેલીટીઝ પણ સમયની માંગ અનુરૂપ અદ્યતન બને તે માટે મ્યુનિસિપલ સંસ્થાઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે થયેલા આ MoU નિર્ણાયક બની રહેશે. તેમજ મોટી ઈમારતો અને લાર્જ સ્કેલ હાઉસીંગ પ્રોજેક્ટસના નિર્માણ ક્ષેત્રે અનુભવી ડેવલપર્સ અને બાંધકામ ઉદ્યોગની તજજ્ઞતાનો લાભ રાજ્ય સરકારને મળશે.

સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, હાઉસીંગ સેક્ટર સહિતના સસ્ટેઇનેબલ અર્બન ડેવલપમેન્ટથી મોટા પાયે રોજગારીનું પણ સર્જન થશે.રાજ્યના પાંચ મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં સ્કાયરાઇઝ બિલ્ડીંગ્સ, ૧૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ઇમારતોના નિર્માણ માટે બાંધકામ નિયમોમાં ૨૦૨૦માં વિશેષ જોગવાઈઓ દાખલ કરેલી છે. આ મહાનગરોમાં જમીનોના મહત્તમ ઉપયોગ સાથે સંપૂર્ણ કોર્પોરેટ બિલ્ડિંગ્સ અને ઉંચા કોમર્શિયલ પ્રોજેક્ટસ પણ  શરૂ થવા જઈ રહ્યા છે.

આ સંદર્ભમાં જે MoU થયા છે તેમાં સંભવિત રોકાણો

  • અમદાવાદમાં ૪ પ્રોજેક્ટસમાં રૂ. ૬,૬૦૧ કરોડ
  • સુરતમાં રૂ. ૪૫૦ કરોડ
  • વડોદરામાં રૂ. ૪૧૦ કરોડ

આ MoU સાઈનીંગ અવસરે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત, મુખ્ય સચિવ રાજકુમાર તથા ઉદ્યોગ અને શહેરી વિકાસ સહિતના વિભાગોના વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ, સુરત અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરોએ સંબંધિત ડેવલપર્સ સાથે MoU એક્સ્ચેંજ કર્યા હતા.

આ પણ વાંચો : ગુજરાત રાજ્યના STબસોના મુસાફરો માટે સરકારની નવી પહેલ

Back to top button