અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

વાઇબ્રન્ટ સમિટ: ૨૫,૦૦૦ કરોડનાં મૂડીરોકાણના MoU થયાની મુખ્યમંત્રીની જાહેરાત

  • CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ અમદાવાદ ઈવેન્‍ટ યોજાઈ
  • ઈવેન્‍ટમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ-આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિ

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બે દાયકા થવાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મંગળવારે વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટની ઈવેન્‍ટ યોજાઈ હતી. આ ઈવે‍ન્ટ દરમિયાન વાઇબ્રન્ટ સમિટમાં ૨૫,૦૦૦ કરોડનાં મૂડીરોકાણના MoU થયાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી. આનાં પરિણામે અંદાજે 65,000 હજાર જેટલી રોજગારીની તકો ભવિષ્યમાં ઉભી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇવેન્ટના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન પણ કર્યું હતું. આ સમયે ઈવેન્‍ટમાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ ઉદ્યોગ અગ્રણીઓ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. જેમાં GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંદિપ એન્જિનિયર, CII ચેરમેન દર્શન શાહ, ASSOCHAM ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન ચિંતન ઠાકર અને FICCIના ચેરમેન રાજીવ ગાંધીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

અમદાવાદમાં યોજાયેલી વાઇબ્રન્‍ટ ગુજરાત – વાઇબ્રન્‍ટ ડિસ્ટ્રીક્ટ ઈવેન્‍ટમાં વિવિધ ક્ષેત્રે રૂપિયા ૧૨,૫૭૧ કરોડના સંભવિત રોકાણો સાથેનાં ૪૮૪ MoU થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇવેન્ટને સંબોધન કરતાં શું કહ્યું ?

VIBRANT SUMMIT

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇવેન્ટમાં જણાવ્યું કે, ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ સુધી યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ ઈવેન્‍ટ્સમાં અત્યાર સુધી ૨૫૯૦ MoU થયા. જેથી રૂપિયા ૨૫ હજાર કરોડથી વધુનું રોકાણ આવશે – ૬૫ હજારથી વધુ યુવાઓને રોજગાર અવસર મળશે. આવી રાજ્યવ્યાપી ઇવેન્ટની ફળશ્રુતિએ અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૨,૫૯૦ MoU રૂ. ૨૫,૧૪૭ કરોડના રોકાણો માટે થયા છે. એટલું જ નહીં, આ સંભવિત રોકાણોને પરિણામે ૬૫ હજારથી વધુ રોજગારીની તકો આવનારા સમયમાં નિર્માણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૦૩માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને વૈશ્વિક રોકાણકારોના બે દાયકાથી મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદથી આજે નોલેજ શેરીંગ અને નેટવર્કિંગનું એક સક્ષમ પ્લેટફોર્મ બની ગઈ છે. રાજ્યના દરેક જિલ્લાનું આગવું પોટેન્શિયલ અને સ્ટ્રેન્થ છે. તેને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનો આપણો નિર્ધાર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત ૨૦૪૭નો જે ધ્યેય રાખ્યો છે તે આવી જિલ્લા સ્તરીય મીટને સાકાર કરે. વાઇબ્રન્ટ સમિટની સફળતાને પગલે મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા છે તેને અનુરૂપ ઉદ્યોગો જિલ્લા સ્તરે ઉપલબ્ધ બને તેવી એક આખી વેલ્યુચેઈન અને ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે.”

શું કહ્યું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ?

VIBRANT SUMMIT

આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 21મી સદીના નવા ભારતનું પ્રભાત ગુજરાતથી થયું હતું. વડાપ્રધાનના વિશાળ વિઝનના પરિણામે 2003થી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટ એટલી સફળ રહી છે કે અન્ય રાજ્યો પણ તેનું અનુકરણ કરી ગુજરાતના ઉદ્યોગકારોને તેમના રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપી રહ્યા છે. અનેક ઉદ્યોગકારોએ ગુજરાતથી શરૂઆત કરી અને આજે દેશ-વિદેશમાં નામના મેળવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના ઉદ્યોગો ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃતિક સાનુકૂળતા સાથે આગળ વધી રહ્યા છે. જેના પરિણામે આજે ઉદ્યોગો થકી 21 લાખ લોકોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. હવે જ્યારે માઇક્રોન કંપની પણ સેમિકંડક્ટર ચિપ્સનું ઉત્પાદન ગુજરાતમાં કરવા જઈ રહી છે. ત્યારે નવી ટેકનોલોજીને અનુરૂપ તાલીમબદ્ધ કર્મચારીઓ તૈયાર માટે નવા સ્કિલ ડેવલોપમેન્ટ કોર્સ પણ બનાવવામાં આવ્યા છે. તેમણે દુનિયામાં ભારત અને ભારતમાં ગુજરાત અગ્રેસર બને તે માટે પ્રયાસો કરવા આહવાન કર્યું હતું.

 

શું જણાવ્યું ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે ?

ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ” મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યને વૈશ્વિક વિકાસની દિશામાં લઈ જવા વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ કર્યો હતો. અનેક ઉદ્યોગકારોને જોડવા માટે વાઇબ્રન્ટ ગુજરાત મહત્વનું પ્લેટફોર્મ બન્યું છે. આજે સમગ્ર દેશની કુલ નિકાસમાં ગુજરાત 33% નિકાસ કરી રહ્યું છે, જ્યારે કુલ ઉત્પાદનમાં 18% ઉત્પાદન ગુજરાત કરી રહ્યું છે. આ ઉપરાંત સ્ટાર્ટ અપમાં પણ ગુજરાત અવ્વલ છે. આજે સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે. રાજ્યમાં આજે નાના મોટા તમામ ઉદ્યોગકારોને સરળતાથી તમામ વ્યવસ્થાઓ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થાઓ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસની ફલશ્રુતિ રૂપે ગુજરાત સરકાર અને માઇક્રોન ટેકનોલોજી વચ્ચે MOU થયા. અમદાવાદ રાજ્યમાં રોજગારી અને ઉત્પાદન ક્ષેત્રે અવ્વલ છે એમ ઉમેરી મંત્રીશ્રીએ શહેર અને જિલ્લાના તમામ ઉદ્યોગકારોને રોકાણ કરવા આહ્વાન કર્યું હતું.”

 

આ પણ વાંચો :વડાપ્રધાન મોદીએ ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયા સમિટની ત્રીજી આવૃતિનું કર્યું ઉદ્દઘાટન

Back to top button