- વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત દિલ્હીમાં યોજાયો કર્ટેઇન રેઇઝર કાર્યક્રમ
- 119 રાષ્ટ્રોના ડિપ્લોમેટ્સ અને રાજદ્વારીઓ સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું
- 10મી જાન્યુઆરીથી આરંભ થનારી વાઈબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા સૌને આમંત્રણ
નવ વાઇબ્રન્ટ સમિટને કારણે ગુજરાતમાં 55 બિલિયન US ડોલરનું વિદેશી રોકાણ આવશે. જેમાં ACS એસ.જે. હૈદરના પ્રયાસોથી દિલ્હીમાં કર્ટેઇન રેઇઝરને સફળતા મળી છે. 119 દેશોના ડિપ્લોમેટ્સ સમક્ષ હૈદરે VGSના બે દાયકાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે. તેમજ ગુજરાતની ભારતના કુલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 37 ટકા હિસ્સેદારી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં શિયાળાની શરૂઆત, જાણો કયા શહેરમાં ઘટ્યું તાપમાન
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- 2024 અંતર્ગત દિલ્હીમાં યોજાયેલા કર્ટેઇન રેઇઝર કાર્યક્રમ
10મી શૃંખલાની વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- 2024 અંતર્ગત દિલ્હીમાં યોજાયેલા કર્ટેઇન રેઇઝર કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા મળી છે. ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS એસ.જે. હૈદરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત 119 દેશોના ડિપ્લોમેટ્સ સમક્ષ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ- VGSના બે દાયકાનું પ્રેઝન્ટેશન કર્યુ હતું. જેમાં તેમણે નવ વાઈબ્રન્ટ સમિટ્સને કારણે ગુજરાતમાં 55 બિલિયન અમેરિકન ડોલરનું વિદેશી રોકાણ થયાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં તહેવારોની શરૂઆત પહેલા સિંગતેલના ભાવ ઘટ્યા
119 રાષ્ટ્રોના ડિપ્લોમેટ્સ અને રાજદ્વારીઓ સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું
ACS એસ.જે. હૈદરના પ્રયાસોથી દિલ્હીમાં ક્રાર્યક્રમની સફળતા બાદ હવે આગામી સપ્તાહે મુબંઈમાં દેશભરના ઉદ્યોગપતિઓ, ટેકનોક્રેટ, વિદેશી મૂડી રોકાણકર્તાઓ માટે VGS- 2024ના ઉપલક્ષ્યમાં કર્ટેઇન રેઇઝરનું આયોજન હાથ ધરાયુ છે. દિલ્હીમાં મળેલી પ્રિ- વાઈબ્રન્ટ સમિટ ઈવેન્ટમાં ACS હૈદરે 20 વર્ષમાં મળેલી વાઈબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર પ્રગતિની ગાથા રજૂ કરી હતી. 119 રાષ્ટ્રોના ડિપ્લોમેટ્સ અને રાજદ્વારીઓ સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરતા તેમણે કહ્યુ કે, ગુજરાતમાં વર્ષ 2000થી 2022 સુધીમાં 55 બિલિયન US ડોલરનું વિદેશી રોકાણ થયુ છે. ગુજરાત એ ભારતના કુલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 37 ટકા હિસ્સેદારી ધરાવે છે, દેશની કુલ નિકાસમાં 33 ટકા હિસ્સો ધરાવે છે.
10મી જાન્યુઆરીથી આરંભ થનારી વાઈબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા સૌને આમંત્રણ
તેમણે ભારતના અગ્રણી ઔદ્યોગિક ક્ષેત્રો પૈકી ઓટોમોબાઈલ, કેમિકલ્સ, કેમિકલ્સ એન્ડ પેટ્રો કેમિકલ્સ, ફાર્મા અને મેડિકલ ડિવાઈસિસ, ટેક્સટાઈલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા સેક્ટર્સને રજૂ કરતા તેમણે 20 જેટલી પ્રોત્સાહક પોલિસીઓની પણ છણાવટ કરી હતી. બે દાયકાના પ્રેઝન્ટેશનમાં 13.66 લાખ MSMe મારફતે રાજ્યમાં 77 લાખથી વધારે રોજગારીની તકો ઉપલબ્ધ થયાનું ACS એ.જે.હૈદરે 19મી ઓક્ટોબરથી ગુજરાતમાં તબક્કાવાર શરૂ થઈ રહેલી ઇન્ડ્રસ્ટ્રીઝ લીડ પ્રિ- વાઈબ્રન્ટ સમિટ અને સેમિનારો માટેના આયોજનને રજૂ કર્યુ હતુ. તેમણે 9મી જાન્યુઆરીથી શરૂ થનારા ગ્લોબલ ટ્રેડ શો, 10મી જાન્યુઆરીથી આરંભ થનારી વાઈબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેવા સૌને આમંત્રણ આપ્યું હતું.