અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવાયબ્રન્ટ ગુજરાત સમિટ

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો દબદબાભર્યો પ્રારંભ

ગાંધીનગર (ગુજરાત), 10 જાન્યુઆરી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ધાટન કરવા મહાત્મા મંદિર પહોંચ્યા છે. તેમની સાથે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ પહોંચ્યા છે.  ત્યારબાદ ચેક રિપબ્લિકના વડા પ્રધાન પેટ્ર ફિઆલા, મોઝામ્બિકના પ્રમુખ ફિલિપ જેકિન્ટો ન્યુસી, તિમોર-લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ-હોર્ટા ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ વેળાએ રાજ્યના ગવર્નર દેવવ્રત આચાર્ય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે સમિટમાં વિશ્વભરના 34 દેશો ભાગ લઈ રહ્યા છે જેમાં 18 દેશોના ગવર્નર અને મંત્રીઓ હાજર રહેશે. આ ઉપરાંત, 15 થી વધુ વૈશ્વિક CEO ​​પણ સમિટમાં પહોંચશે જેના મુખ્ય અતિથિ UAE ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટમાં સૌને આવકાર્યા

સીએમ ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આવેલા અન્ય દેશોના પ્રમુખ, પ્રતિનિધિઓ અને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સંબોધન આપતાં તેમણે જણાવ્યું હતું કે, હું વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં 34 ભાગીદાર દેશો અને 130 થી વધુ દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરું છું. PM મોદીએ ‘એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય’નો વિચાર વિશ્વ સમક્ષ લીધો છે. ભારતના G20 પ્રમુખપદની સફળતાએ દેશને ગૌરવ અપાવ્યું છે.

અનેક દેશના અનેક ઉદ્યોગપતિ સહિત 25 હજારથઈ વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે

આ સમિટમાં ભાગ લેવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, સન ફાર્માના દિલિપ સંઘવી સહિત દેશ વિદેશના અનેક ઉદ્યોગપતિ, નેતા, વિવિધ ડેલિગેશન મહાત્મા મંદિરે પહોંચ્યા છે. બે દિવસ સુધી ચાલનારા આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ગ્લોબલ સીઇઓ, બિઝનેસ પ્રતિનિધિમંડળ, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે પહોંચ્યા અમદાવાદ, 36 દેશો લેશે ભાગ

Back to top button