ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિભવ કુમારની પોલીસે CM આવાસ પરથી અટકાયત કરી, સ્વાતિ માલિવાલ સાથે મારપીટનો આરોપ

Text To Speech
  • દિલ્હી પોલીસની સ્વાતિ માલિવાલ કેસમાં મોટી કાર્યવાહી 

નવી દિલ્હી, 18 મે: AAP સાંસદ સ્વાતિ માલિવાલ સાથે મારપીટના કેસમાં આરોપી વિભવ કુમારની દિલ્હી પોલીસની ટીમે સીએમના નિવાસસ્થાન પરથી અટકાયત કરી છે.  દિલ્હી પોલીસે વિભવ કુમારને કસ્ટડીમાં લીધો છે. મહત્ત્વપૂર્ણ છે કે, સ્વાતિ માલિવાલે અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમાર પર મારપીટ અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે. સ્વાતિ માલીવાલે આ મામલે FIR પણ નોંધાવી છે. જ્યારથી એફઆઈઆર નોંધાઈ છે ત્યારથી દિલ્હી પોલીસ વિભવ કુમારને સતત શોધી રહી હતી.

દિલ્હી પોલીસને વિભવ કુમારના સીએમ હાઉસમાં હોવાની માહિતી મળી હતી 

હકીકતમાં દિલ્હી પોલીસને વિભવ કુમારના સીએમ હાઉસમાં હોવાની માહિતી પહેલાથી જ મળી હતી. માહિતી બાદ એસએચઓ સિવિલ લાઈન્સ અને એડિશનલ ડીસીપી નોર્થ પોલીસ ટીમ સાથે સીએમ આવાસ પહોંચ્યા હતા. માહિતી મળ્યા બાદ એક વાહન સીએમ હાઉસ પહોંચ્યું. જ્યારે દિલ્હી પોલીસની ટીમ સીએમ હાઉસ પહોંચી તો ત્યાંના દરવાજા પહેલાથી જ ખુલ્લા હતા. આ વાહન ગેટ પર રોકાયું ન હતું અને સીધું સીએમ હાઉસ તરફ ગયું હતું. વાહન માટે સીએમ હાઉસમાં પહેલાથી જ મેસેજ હતો. આ પછી દિલ્હી પોલીસની ટીમ સીધી સીએમ હાઉસ ગઈ અને ત્યાંથી વિભાવ કુમારની ધરપકડ કરી હતી.

વિભવે દિલ્હી પોલીસને મેઈલ પણ લખ્યો હતો

ધરપકડ બાદ દિલ્હી પોલીસ વિભવ કુમારને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ધરપકડ પહેલા પણ વિભવ કુમારે એક મેઈલ મોકલ્યો હતો, જેમાં તેણે દરેક તપાસમાં સહકાર આપવાનું વચન આપ્યું હતું. પોતાના મેઈલમાં વિભવ કુમારે લખ્યું કે ‘હું દરેક તપાસમાં સહકાર આપવા તૈયાર છું. મને મીડિયા દ્વારા FIR નોંધાયાની ખબર પડી. FIR બાદ હજુ સુધી મને કોઈ નોટિસ આપવામાં આવી નથી. દિલ્હી પોલીસે પણ મારી ફરિયાદ પર ધ્યાન આપવું જોઈએ.

આ પણ જુઓ: સ્વાતિ માલિવાલનો હાથ પકડીને સુરક્ષાકર્મીઓ CMના ઘરની બહાર લાવ્યા, જુઓ નવો વીડિયો

Back to top button