viના શેર 4 દિવસમાં 19% વધ્યા, એક્સપર્ટને હવે આ વાતની ચિંતા સતાવી
HD ન્યૂઝ ડેસ્ક : vi લિમિટેડના શેરમાં વધારો ચાલુ છે. શુક્રવારે કંપનીના શેરમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો. ગઈકાલે દિવસ દરમિયાન viના શેરનો ભાવ ૩.૫૮ ટકા વધીને રૂ. ૯.૨૫ થયો હતો. માત્ર 4 દિવસમાં, કંપનીના શેરમાં 19.50 ટકાનો વધારો નોંધાયો. આ વધારા પછી પણ, viના શેર પર નજર રાખતા એક્સપર્ટ અત્યારે સાવધ જોવા મળી રહ્યાં છે. શુક્રવારે બજાર બંધ થવાના સમયે, BSE પર કંપનીના શેરનો ભાવ 2.13 ટકાના ઉછાળા બાદ 9.12 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો.
બ્રોકરેજ હાઉસ શેના વિશે ચિંતિત છે?
બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, બ્રોકરેજ હાઉસ સેન્ટ્રમ બ્રોકિંગે જણાવ્યું હતું કે, “VI લિમિટેડે 40 લાખ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા છે. કંપનીની પ્રતિ યૂઝર્સ આવકમાં ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધારે 5 ટકાનો વધારો થયો છે. જે પછી તે ૧૬૪ રૂપિયા થઈ ગયું છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
વેલ્થમિલ્સ સિક્યોરિટીઝ સાથે જોડાયેલ ક્રાંતિ બાથિની, “અમે મધ્યમથી ટૂંકા ગાળાના vi શેર્સ પર સાવધાનીપૂર્વક નજર રાખી રહ્યા છીએ. તાજેતરના મૂડી રોકાણ અને નેટવર્ક મજબૂતીકરણને કારણે, મધ્યમ ગાળાનો અંદાજ સકારાત્મક દેખાય છે. જોકે, કંપની હજુ પણ સબ્સ્ક્રાઇબર્સની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહી હોય તેવું લાગે છે. જે રોકાણકારો જોખમ લેવાનું પસંદ કરે છે તેઓ શેર હોલ્ડ કરી શકે છે.
VI હાલમાં 5G રોલઆઉટ કરવાની પ્રક્રિયા પર કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કંપનીની રચના 2018 માં થઈ હતી. ત્યારબાદ વોડાફોન ગ્રુપે તેના ભારતીય વ્યવસાયને આઈડિયા સેલ્યુલર સાથે મર્જ કર્યો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યુકેના વોડાફોન ગ્રુપે કહ્યું છે કે તેણે ઇન્ડસ ટાવર્સમાં બાકીનો 3 ટકા હિસ્સો 2800 કરોડ રૂપિયામાં વેચી દીધો છે.
(આ કોઈ રોકાણ સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા સમજદારીપૂર્વક નિર્ણય લો. અહીં રજૂ કરાયેલા નિષ્ણાતોના મંતવ્યો વ્યક્તિગત છે. HD ન્યુઝ આ આધારે શેર ખરીદવા અને વેચવાની સલાહ આપતું નથી.)