ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘અકબર’ સિંહ અને ‘સીતા’ સિંહણની જોડીને સાથે રાખતા વિવાદ, હાઈકોર્ટ સુધી પહોંચ્યો મામલો

Text To Speech

કોલકાતા (પશ્ચિમ બંગાળ), 17 ફેબ્રુઆરી: પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં અકબર નામના સિંહને સીતા નામની સિંહણ સાથે રાખવાને લઈને વિવાદ વકર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના બંગાળ એકમે તેને હિન્દુ ધર્મનું અપમાન ગણાવ્યું છે. VHPએ હવે કલકત્તા હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. 16 ફેબ્રુઆરીએ જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યની બેંચ સમક્ષ અરજી દાખલ કરાઈ હતી. જેના પર 20મી ફેબ્રુઆરીએ સુનાવણી થવાની છે. અરજીકર્તાની માંગ છે કે સિંહની જોડીનું નામ બદલવામાં આવે.

આ જોડી ત્રિપુરાના ઝૂલોજિકલ પાર્કમાંથી લાવવામાં આવી 

અહેવાલો અનુસાર, આ સિંહ-સિંહણની જોડીને તાજેતરમાં ત્રિપુરાના સિપાહીજાલા ઝૂલોજિકલ પાર્કમાંથી લાવવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તેઓએ સિંહોના નામ બદલ્યા નથી. 13 ફેબ્રુઆરીએ અહીં આવતા પહેલા જ તેમનું નામ રાખવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદનું કહ્યું છે કે સિંહના નામ રાજ્યના વન વિભાગ દ્વારા રાખવામાં આવ્યા છે અને ‘અકબર’ની સાથે ‘સીતા’ને રાખવું એ હિન્દુ ધર્મના અપમાન સમાન છે. અમે તેમના નામ બદલવાની માંગ કરીએ છીએ. આ કેસમાં રાજ્યના વન અધિકારીઓ અને સફારી પાર્કના ડિરેક્ટરને પક્ષકાર બનાવાયા છે.

વન વિભાગની સ્પષ્ટતા, અમે નામ બદલ્યું નથી

વિશ્વ હિન્દુ પરિષદના આરોપો બાદ વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે તેમણે સિંહ અને સિંહણના નામ બદલ્યા નથી. 13 ફેબ્રુઆરીએ અહીં આવતા પહેલા પણ સિંહનું નામ અકબર અને સિંહણનું નામ સીતા રાખવામાં આવ્યું હતું. અહીં શુક્રવારે VHP સિલિગુડીએ DFO વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. પ્રદર્શન બાદ તેમણે સિલીગુડી પોલીસ કમિશનરને એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું હતું. આ સાથે તેમણે મમતા સરકારને આ મામલે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે.

આ પણ વાંચો: વિશ્વ હિન્દુ પરિષદે જ્ઞાનવાપીમાં મળેલી શિવલિંગ જેવી આકૃતિની પૂજા કરવા કરી માંગ

Back to top button