ગુજરાત

કન્હૈયાલાલની હત્યા કરનારાઓનું પૂતળા દહન કરી વિ.હિ.પ-બજરંગદળે સુરતમાં વિરોધ નોંધાવ્યો

Text To Speech

રાજસ્થાનમાં ઉદયપુર ખાતે કન્હૈયાલાલ ટેલરની ઈસ્લામિક કટ્ટર પંથીયો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી. જેને વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળે આ નિંદનિય કૃત્ય ગણાવ્યું છે. જેના પગલે આજે દેશભરમાં પડઘા પડી રહ્યા છે તેના ભાગરૂપે આજે વરાછા ખાતે નારેબાજી કરી કન્હૈયાલાલની હત્યા કરનારા આરોપીઓનું પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવ્યો હતો.

VHP Virodh Surat

વિ.હિ.પ.ના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ દિનેશભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે, આ દેશમાં વધતી જતી ઈસ્લામિક જેહાદી માનસિકતા આપણી (હિન્દુઓની) નિષ્ક્રિયતાનું જ પરિણામ છે. જેહાદી રાક્ષસોનો ટાર્ગેટ આજે કમલેશ તિવારી, કીશનભરવાડ, કન્હૈયાલાલ તો આવતી કાલે આપણે પણ છીએ. આ ઉપરાંત તેમણે નુપૂર શર્મા અંગે વાત કરતાં કહ્યું કે, શું ખોટુ કહ્યુ હતું નુપૂર શર્માએ? સત્યતાનુ દર્શન જ કરાવ્યુ હતુ નૂપુર શર્માએ માટે ભારતની અંદર દંગાફસાદ કરીને હિન્દુઓની હત્યાઓ કરવી એ તમારી જેહાદી માનસિકતા અને કટ્ટર પંથી વિચારધારાનુ જ પરિણામ છે.

Surat VHP Hum dekhenge

દેશભરમાં કન્હૈયાલાલના સ્પોર્ટમાં વિવિધ રીતે પ્રદર્શનો થઈ રહ્યા છે. આ અંગે વિહિપ અને બજરંગ દળના આગેવાનોએ કહ્યું કે, છાશવારે બનતી હિન્દુઓની હત્યાઓની ઘટનાઓની પ્રતિક્રિયા અને જડબાતોડ જવાબ આપવા માટે દરેક હિન્દુઓએ બહાર આવવું જ પડશે. માત્ર સરકારોના આધારે આપણે આપણું અસ્તિત્વ નહીં બચાવી શકીએ. સરકાર એનુ કામ કરી જ રહી છે માત્ર સવાલ છે આપણો આપણે આપણી ફરજ કેટલી અદા કરીએ છીએ? તો આવો આપણે સૌ વાદ વિવાદથી ઉપર ઉઠીને દેશ,ધર્મ અને સમાજ પ્રત્યેની આપણી ફરજ અદા કરીએ અને માતૃભૂમિ પ્રત્યેનું આપણુ રુણ ચુકવીએ.

Surat VHP Hum dekhenge

વર્તમાન સમયમાં કન્હૈયાલાલની કૃર અને નિર્દયતાથી જે પ્રકારે હત્યા કરીનાખવામાં આવી છે એના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સમગ્ર હિન્દુમાનસ પર આક્રોશ છવાયો છે ત્યારે એ આક્રોશને પ્રગટ કરવા અને આ નિંદનિય ઘટનાની પ્રતિક્રિયા આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન અને પૂતળા દહનના કાર્યક્રમો આપવા આવ્યા છે.

Back to top button