અમદાવાદગુજરાતટોપ ન્યૂઝવાયબ્રન્ટ ગુજરાત સમિટ

VGGS 2024માં ટોપ 25 ગ્લોબલ બિઝનેસ લિડર્સ આવશે, 200 કંપનીના CEOએ કન્ફર્મેશન આપ્યુ

Text To Speech

ગાંધીનગર, 8 જાન્યુઆરી 2023, આગામી 10મી જાન્યુઆરીએ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થશે. જેમાં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ,સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે ત્યારે 200 કંપનીના સીઇઓએ વાઇબ્રન્ટ ગુજરાતમાં આવવા માટે તૈયાર થઇ ગયા છે. આ ઉપરાંત ટોપ 25 ગ્લોબલ બિઝનેસ લિડર્સ પણ ઉપસ્થિત રહેશે.

વિશ્વની ટોચની કંપનીઓના ઉદ્યોગપતિઓ હાજર રહેશે
આ ઉપરાંત સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તાતા સન્સના એન.ચંદ્રશેખરન,સન ફાર્માના સ્થાપક અને એમ.ડી. દિલીપ સંઘવી, ગ્લોબલ સ્ટીલ કંપની આર્સેલરમિત્તલના એકઝીકયુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલ અને વેલસ્પન ગ્રુપના કો-ફાઉન્ડર બાલક્રિષ્ના ગોયેન્કા સહિતના વિશ્વની ટોચની કંપનીઓના ઉદ્યોગપતિઓ હાજર રહેવાના છે.

200 જેટલા સીઇઓએ કન્ફર્મેશન આપ્યું
વાઇબ્રન્ટ સમિટમાં 200 કંપનીઓના સીઇઓ પણ આવવાના હોવાથી તમામ વ્યવસ્થા થઇ ગઇ છે. જે સીઇઓ આવવાના છે તેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના,125 જેટલી સીઇઓ ભારત અને ગુજરાતની કંપનીઓના મળીને કુલ 200 જેટલા સીઇઓએ વાઇબ્રન્ટમાં આવવા માટેનું કન્ફર્મેશન આપ્યું હોવાનું વાઇબ્રન્ટ સમિટ સાથે સંકળાયેલા ટોચના સુત્રોનું કહેવું છે. ગ્લોબલ સીઇઓમાં યુએઇ,યુએસએ,જાપાન,સીંગાપુર,ફિલિપાઇન્સ, ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા,જર્મની, રિપબ્લિક ઓફ કોરિયા,નેધરલેન્ડસ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશના સીઇઓનો સમાવેશ થાય છે.

પીએમ મોદી 9 જાન્યુઆરીએ વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરશે
પીએમ મોદી 9 જાન્યુઆરી સવારે 9.30 વાગ્યે મહાત્મા મંદિરમાં વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરશે. 10 જાન્યુઆરીએ સવારે 9.45 વાગ્યે મહાત્મા મંદિરમાં ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરશે. તથા ગ્લોબલ કંપનીઓના સીઇઓ સાથે બેઠક કરશે.વાઈબ્રન્ટ સમિટના પ્રિ ઈવેન્ટના ભાગરૂપે 2 ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. વાઇબ્રન્ટ સમિટ બાદ સરખેજ, ગાંધીનગર, ગિફ્ટ સિટી રૂટ પર આવી બસો દોડાવશે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી શરૂ થશે, સરકારનો પરિપત્ર

Back to top button