ટ્રેન્ડિંગમનોરંજન

દિગ્ગજ રંગમંચ કલાકાર અને NSD ગોલ્ડ મેડલિસ્ટ આલોક ચેટર્જીનું નિધન

  • નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂકેલા દિગ્ગજ અભિનેતા આલોક ચેટર્જીનું નિધન થયું છે. તેમણે આજે સવારે 64 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું હતું

HD ન્યુઝ ડેસ્કઃ જાણીતા થિયેટર કલાકાર અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂકેલા દિગ્ગજ અભિનેતા આલોક ચેટર્જીનું નિધન થયું છે. તેમણે આજે સવારે 64 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું હતું. તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા અને તેમના શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું. જેના કારણે તેમના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમની તબિયત ગંભીર હોવાને કારણે સોમવારે મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રાત્રે લગભગ 3 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Swanand Kirkire (@swanandkirkire)

સ્વાનંદ કિરકિરેએ શોક વ્યક્ત કર્યો

પ્રખ્યાત ગીતકાર સ્વાનંદ કિરકિરેએ તેમના નજીકના મિત્ર આલોક ચેટરજીના નિધન પર શોક વ્યક્ત કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપતા તેમણે લખ્યું છે કે, આલોક ચેટર્જી.. એક અનોખા અભિનેતા ચાલ્યા ગયા! તે NSDમાં ઈરફાન ખાનના બેચમેટ હતા. ઈરફાન કાલિદાસ હતો, તો સામે આલોક ચેટર્જી વિલોમ! વિલોમ પોતાના કાલિદાસને મળવા ચાલ્યો ગયો! તમારી આત્માને શાંતિ મળે આલોક ભાઈ! પીઢ કલાકારના નિધનથી નાટ્યક્ષેત્રમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. સ્વાનંદ કિરકિરેની પોસ્ટ પર ઘણા ચાહકો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આલોક ચેટર્જી મધ્યપ્રદેશ ડ્રામા સ્કૂલ (MPSD)ના ભૂતપૂર્વ ડિરેક્ટર અને અનુભવી થિયેટર કલાકાર હતા. ક્યારેક તે ભોપાલમાં રતો ક્યારેક જબલપુરમાં રહેતા હતા. તેમણે ભોપાલમાં ઘણા નાટકોનું નિર્દેશન કર્યું છે.

દિગ્ગજ રંગમંચ કલાકાર અને NSD ગોલ્ડ મેડલિસ્ટ આલોક ચેટર્જીનું નિધન hum dekhenge news

આલોક ચેટર્જી NSD ગોલ્ડ મેડલિસ્ટ હતા

આલોક ચેટરજીએ દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી અભ્યાસ કર્યો હતો અને તેઓ NSD ગોલ્ડ મેડલિસ્ટ હતા. દિવંગત અભિનેતા ઈરફાન ખાન તેમના બેચમેટ હતા. 1984થી 1987 સુધી ઈરફાન અને આલોક ચેટર્જીએ ઘણા નાટકોમાં અભિનય કર્યો હતો. આલોક ચેટર્જીએ થિયેટરમાં મોટું યોગદાન આપ્યું હોવાનું માનવામાં આવે છે. પીઢ દિવંગત અભિનેતા ઓમ પુરી પછી, આલોક ચેટર્જી NSD ગોલ્ડ મેડલ મેળવનાર બીજા અભિનેતા હતા.

આ પણ વાંચોઃ Oscar 2025: બોબી દેઓલ-સૂર્યાની કંગૂવા Oscarમાં પહોંચી, લોકોએ કર્યું રિએક્ટ

આ પણ વાંચોઃ સના ખાન બીજીવાર માતા બની, દીકરાને જન્મ આપ્યો; અરબાઝ ખાનની પત્નીએ આપ્યા અભિનંદન

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button