ગુજરાત ઈલેક્શન: આપ સાથેના ગઠબંધનને લઈને કોંગ્રેસમાં આંતરીક મતભેદ


આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોજાહેર થઈ ચૂકી છે આજે બપોરે યોજાયેલ ચૂંટણી કમીશનની બેઠકમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશેનુ નક્કી થઈ ચૂક્યુ છે. ત્યારે ચૂંટણીની જાહેરાત પહેલા જ કોંગ્રેસના નેતાના નિવેદનથી રાજકારણ ગરમાયુ છે. આ નિવેદનમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ ભરતસિંહ સોલંકીએ ભાજપને હરાવવા તમામ પાર્ટીને એકજૂથ થવા કહ્યું હતું. તેમજ આપને ગઠબંધન કરવા આમંત્રણ આપ્યું હોવાની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું હતું પરંતુ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ આ ગઠબંધન સંભવિતતાને નકારી કાઢી છે.
આપને ગઠબંધનનું આમંત્રણ આપ્યુ

ગુજરાત કોગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પાટણના રાધનપુરમાં પરિવર્તન યાત્રામાં જોડાયા હતા. જેમાં તેઓએ કહ્યું હતું કે ભાજપને હરાવવા તમામ પાર્ટીનો ટેકો લેવા કૉંગ્રેસ તૈયાર છે. આમ, વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન કરવા આપને ભરતસિંહ સોલંકીએ આમંત્રણ આપ્યું છે. ભરતસિંહે કહ્યું કે ભાજપને હરાવવા માટે તમામ પાર્ટીનો ટેકો લેવો પડે તો પણ કોંગ્રેસ તૈયાર છે.
આ પણ વાંચો:ભાજપ અને કોંગ્રેસ પાસે હાલમાં કેટલી છે બેઠક અને શું આ વખતે બદલાશે સમીકરણ ?
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ ગઠબંધને નકાર્યુ

ત્યારે ભરત સિંહ સોલંકીના નિવેદન બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ આપ સાથે ગઠબંધન નિવેદન પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને સમર્થન આપશે પણ નહિ અને લેશે પણ નહિ. તેમજ આપ પાર્ટી ગુજરાતમાં ખાતું પણ નહીં ખોલી શકશે નો દાવો પણ કર્યો છે. વધુમાં તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું કે આપ પાર્ટી દિલ્લીના દારૂના રૂપિયા પર ગુજરાતમાં પ્રચાર કરી રહી છે.