દિગ્ગજ કન્નડ અભિનેતા-નિર્માતા દ્વારકિશનું 81 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
- કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પીઢ અભિનેતા અને ફિલ્મ નિર્માતા દ્વારકિશનું નિધન થયું છે. તેમણે મંગળવારે 81 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા
16 એપ્રિલ, ચેન્નાઈઃ સાઉથ સિનેમાથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પીઢ અભિનેતા અને ફિલ્મ નિર્માતા દ્વારકિશનું નિધન થયું છે. તેમણે મંગળવારે 81 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ્સ અનુસાર, તેમને હાર્ટ એટેક આવ્યો હતો.
લાંબા સમયથી હતા બીમાર
વય સંબંધિત આરોગ્ય સમસ્યાઓના કારણે તેઓ લાંબા સમયથી બીમાર હતા હાલમાં, તેમના પરિવાર કે નજીકના લોકો દ્વારા મૃત્યુની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિવંગત અભિનેતાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના બેંગલુરુ સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે. બુધવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દિગ્ગજ અભિનેતાના નિધનના સમાચારથી સમગ્ર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. સાઉથના ઘણા સ્ટાર્સ તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
કિશોરકુમાર સાથે ગવડાવ્યું હતું કન્નડ ગીત
દ્વારકિશનું અસલી નામ બંગલ શામા રાવ દ્વારકાનાથ હતું. તેઓ ઈન્ડસ્ટ્રીમાં પ્રેમથી દ્વારકિશના નામે ઓળખાતા હતા. તેમનો જન્મ 19 ઓગસ્ટ 1942ના રોજ બેંગલુરુના ઇત્તિગેગુડુમાં થયો હતો. દ્વારકિશ ફિલ્મોમાં તેમની કોમેડી ભૂમિકાઓ માટે જાણીતા હતા. તેમણે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત હિન્દી પ્લેબેક સિંગર દિવંગત કિશોર કુમારને આડુ આતા આડુ ગીત ગવડાવ્યું હતું અને કન્નડ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ અપાવી હતી.
ઘણી ફિલ્મોના ડાયરેક્ટર-પ્રોડ્યૂસર
દ્વારકિશે મિકેનિકલ એન્જિનિયરીંગમાં ડિપ્લોમાં કર્યું હતું. ત્યારબાદ તેમણે 1964માં તેમણે સેન્ડલવુડ એટલે કે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું. પહેલી જ ફિલ્મમાં તેમણે કોમેડી રોલ કરીને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. એક સફળ અભિનેતા હોવા ઉપરાંત તેમણે નિર્માતા તરીકે પણ કામ કર્યું હતું. તેમણે નિર્દેશક રાજકુમારની પ્રખ્યાત મયુર મુથન્ના સે (1969)ફિલ્મથી નિર્માતા તરીકે ડેબ્યૂ કર્યું હતું. દ્વારકિશે લગભગ 48 ફિલ્મોનું નિર્માણ કર્યું છે, આ સિવાય તેણે 19 ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે.
આ પણ વાંચોઃ ‘મારું નામ અરવિંદ કેજરીવાલ છે અને હું આતંકવાદી નથી’, જેલમાંથી દિલ્હીના CMનો સંદેશો