ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ અને ગુજરાત સેવાદળના પ્રમુખ મૌલિનભાઈ વૈષ્ણવનું ટૂંકી માંદગી બાદ આજે દુઃખદ અવસાન થયું છે.મૌલિન વૈષ્ણવનું નિધન થતા ગુજરાત કૉંગ્રેસ દ્વારા દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે.સદગતની સ્મશાનયાત્રા 17 ઓગસ્ટના રોજ સવારે નવ કલાકે તેમના નિવાસસ્થાન અરવિંદ બાગ (સમા-સાવલી રોડ) ખાતેથી નીકળશે અને સવારે 10 કલાકે વાડી વાડી સ્મશાન ખાતે પહોંચશે.
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા મૌલિન વૈષ્ણવનું નિધન
મૌલિનભાઈ વૈષ્ણવે તેમના પિતા અરવિંદરાય વૈષ્ણવની જેમ ફાયર બ્રિગેડ મેન તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી અને પછી તેઓ કાર્યકર તરીકે કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે કામ કર્યું હતું અને તેમને ગુજરાતમાં સેવાદળને મજબૂત કર્યું હતું. તેમજ મૌલિનભાઈ વૈષ્ણવ પણ કોંગ્રેસના કાર્યક્રમો દરમિયાન સેવાદળ દ્વારા ગવાતા પ્રારંભિક વંદન અને એકતા ગીતમાં કાર્યકરોને તાલીમ આપતા હતા.
મૌલિન વૈષ્ણવની રાજકીય સફર
મૌલિનભાઈ વૈષ્ણવ કોંગ્રેસના કાર્યકર તરીકેની સફળ કામગીરી જોઈને તમામ કોંગ્રેસી નેતાઓના આદરણીય કાર્યકર બની ગયા, ખાસ કરીને સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ પરિવારના સભ્ય તરીકે આગવી ઓળખ ધરાવતા હતા.તેમણે વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તે ઉપરાંત તેમણે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તરીકે અને મેરી ટાઈમ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ ઘણા વર્ષો સુધી સેવા આપી હતી.
દુઃખદ સમાચાર : અમારા સાથી, ગુજરાત કોંગ્રેસ સેવાદળના પુર્વ પ્રમુખ અને મેરીટાઇમ બોર્ડના પુર્વ ચેરમેન શ્રી મૌલિનભાઈ વૈષ્ણવના સ્વર્ગવાસથી એક મોટી ખોટ પડી છે. વિદ્વાન, મિલનસાર અને ચુસ્ત કોંગ્રેસી શ્રી મૌલિનભાઈની લાગણી હંમેશા મારા સાથે હતી . તેઓ સાથેની મારી મુલાકાતોની યાદો ચિરંજીવી… pic.twitter.com/EN5sulEser
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) August 15, 2023
આ પણ વાંચો : નડિયાદ : સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી મળ્યા નવજાતના શરીરના અંગો
શક્તિસિંહ ગોહિલે વ્યક્ત કર્યું દુઃખ
મૌલિનભાઈ વૈષ્ણવના નિધને લઈને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું ” દુઃખદ સમાચાર : અમારા સાથી, ગુજરાત કોંગ્રેસ સેવાદળના પુર્વ પ્રમુખ અને મેરીટાઇમ બોર્ડના પુર્વ ચેરમેન શ્રી મૌલિનભાઈ વૈષ્ણવના સ્વર્ગવાસથી એક મોટી ખોટ પડી છે. વિદ્વાન, મિલનસાર અને ચુસ્ત કોંગ્રેસી મૌલિનભાઈની લાગણી હંમેશા મારા સાથે હતી . તેઓ સાથેની મારી મુલાકાતોની યાદો ચિરંજીવી રહેશે . સદગત ને શ્રદ્ધા સુમન સમર્પિત કરુ છુ. ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે, આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે પ્રાર્થના. ઓમ શાંતિ”.
આ પણ વાંચો : અમદાવાદમાં હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ, પોલીસ તપાસમાં થયા મોટા ખુલાસા