ટ્રેન્ડિંગમનોરંજન

દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે ફાની દુનિયા છોડી ગયા

Text To Speech

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે આ ફાની દુનિયા છોડી ગયા છે. તેમનું 82 વર્ષની વયે નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, વિક્રમ છેલ્લા 15 દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની હાલત નાજુક હતી.

દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલે ફાની દુનિયા છોડી ગયા hum dekhenge news

વિક્રમ ગોખલેએ ‘અગ્નિપથ’, ‘હમ દિલ દે ચૂકે સનમ’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પોતાની અભિનય કર્યો છે. વિક્રમ ગોખલેના પરિવારનો હિન્દી સિનેમા સાથે લાંબો નાતો છે. તેમની માતા હિન્દી સિનેમાની પ્રથમ ભારતીય કલાકાર હતી અને એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે, તેમની દાદીએ હિન્દી સિનેમામાં બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું, જેનું દિગ્દર્શન દાદાસાહેબ ફાળકે દ્વારા કરવામાં આવ્યું હતું, જેને ભારતીય સિનેમાના પિતા માનવામાં આવે છે. તેમના પિતા ચંદ્રકાંત ગોખલેએ પણ 50 થી વધુ મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

વિક્મ ગોખલેને બે પુત્રીઓ છે, જેમાંની એક મુંબઇમાં રહે છે જે હાલ પિતાની સારવાર માટે માતા સાથે પુણેની હોસ્પિટલમાં છે, તેમજ તેમની બીજી પુત્રી સાન્સફ્રાન્સિકો છે જે પિતાના સ્વાસ્થ્યના સમાચાર સાંભળી પુણે આવી છે.

આ પણ વાંચોઃ સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીની આરતી કરતી શેર કરી ઉલટી તસવીર, કોંગ્રેસ ભડકી

Back to top button