ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં આગામી 3 કલાક ખુબ જ ભારે, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી

Text To Speech
  • આગામી 3 કલાક ભારે પવન અને સાથે વરસાદની આગાહી
  • ભારે પવનની સંભાવનાને પગલે જાહેર કરાઈ એડવાઈઝરી
  • લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સૂચન

હાલ રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બે દિવસથી ફરી એક વાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે જાહેર કરી એડવાઈઝરી

હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. જે મુજબ રાજ્યના માથે આગામી 3 કલાક ખુબ ભારે છે. અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામા આવી છે. અને આ દરમિયાન લોકોને કામ વગર ઘરેથી બહાર ન નિકળવા સુચન કર્યું છે.

વરસાદ-humdekhengenews

ભારે પવન સાથે વરસાદની આગાહી

ગુજરાત રાજ્યના જિલ્લાના સ્થળો એટલે કે કચ્છ, જામનગર, મોરબી,પોરબંદર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ, સાબરકાંઠા,પાટણ, મહેસાણા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, અમદાવાદ,ગાંધીનગર આગામી 3 કલાક દરમિયાન વરસાદની આગાહી છે. આ સાથે જ 40 કિમી પ્રતિ ઝડપે પવન ફુંકાવાની પણ શક્યતા છે. ત્યારે ભારે પવનના કારણે ખેડૂતોના ઉભા પાકને નુક્સાનની સંભાવના છે.

જાણો ક્યા વિસ્તારો પડશે વરસાદ

સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામા આવી છે. કચ્છ,રાજકોટ,અમરેલી,જૂનાગઢ, સાબરકાંઠા, પાટણ, મેહસાણા, સુરત, વલસાડ,નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં પણ વરસાદની આગાહી કરવામા આવી છે.

 આ પણ વાંચો : ભાવનગર : ડમી કાંડ મામલે જિલ્લા શિક્ષણાધિકારી એક્શમાં, વધુ એક શિક્ષક સામે કડક કાર્યવાહી

Back to top button