ગુજરાતટોપ ન્યૂઝ

48 કલાક અત્યંત ભારે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

  • ગુજરાતના 160 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો
  • રાજ્યભરમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી
  • ભાવનગર, ગીર સોમનાથમાં આજ અને આવતી કાલે ભારે વરસાદનું અનુમાન

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ જોવા મળી રહેશે. જેમાં આગામી બે દિવસ એટલે કે 48 કલાક અત્યંત ભારે વરસાદ ત્રાટકે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મેઘરાજાએ અમદાવાદને ઘમરોળી નાખ્યું, જાણો ક્યા કેટલો પડ્યો વરસાદ

ગુજરાતના 160 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધીમાં ગુજરાતના 160 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના છે. તો અમદાવાદમાં પણ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, વલસાડ, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ સુરત, અમરેલી, ગીર સોમનાથ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે.

રાજ્યભરમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અરવલ્લી, ભાવનગર, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદ રહેશે. રાજ્યભરમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી થતા લોકોમાં ચિંતા વ્યાપી છે. તાપી, વલસાડ, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ સાથે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટને પગલે અભિભારે વરસાદ પડી શકે છે.

ભાવનગર, ગીર સોમનાથમાં આજ અને આવતી કાલે ભારે વરસાદનું અનુમાન

સુરત, અમરેલી, ગીર સોમનાથ, નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. તેમજ અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ભરૂચમા પણ ભારે વરસાદની આગાહી છે. રાજ્યભરમાં મેઘમલ્હારની સ્થિતિ છે. હાલ મોટાભાગના દરેક જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, વલસાડ, સુરત, કચ્છ, તાપી, નર્મદા, ભરૂચ, ડાંગમાં પણ ભારે વરસાદનો અનુમાન છે. સોરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ અતિ ભારે વરસાનો અનુમાન છે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં આજ અને આવતી કાલે ભારે વરસાદનું અનુમાન છે.

Back to top button