રાજ્યમાં એક બાજુ હોળી પર્વની ઉજવણી છે તો બીજી બાજુ માવઠું જોવા મળ્યું છે. રાજ્યમાં ગઈકાલે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને અનેક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન કેટલીક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ થયો તો કેટલીક જગ્યાએ કરા પડ્યા હતા. આ બાબતે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક હજુ પણ ભારેથી વરસાદ પડવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો : ગુજરાત: માવઠું થતા ખેડૂતોની મુશ્કેલી વધી, તાત્કાલિક સર્વે કરી સહાયની માંગ – અમિત ચાવડા
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી માવઠુ થઈ રહ્યુ છે
રાજ્યમાં ઉનાળાની શરુઆતમાં જ વાતાવરણમાં અચાનક પલટો આવતા જાણે ચોમાસું આવી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે અમદાવાદ સહિત અનેક તાલુકોઓમા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં ફેરફાર થતા વરસાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હાલ સવારે ઠંડી, બપોરે ગરમી અને સાંજે અચાનક જ વરસાદી વાતાવરણ સર્જાઈ જાય છે. આ મિશ્ર વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
આ પણ વાંચો : હોળિકા દહન પહેલા વરસાદી માહોલ, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ
ગઈકાલે 56 તાલુકામાં વરસાદ વરસ્યો હતો
રાજ્યમાં ગઈકાલે હોળીના પ્રાગટ્ય સમયે જ વરસાદ શરૂ થયો હતો. ગઈકાલે સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના 56 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગઈકાલે આવેલા વરસાદમાં કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા. આ દરમિયાન આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, જુનાગઢ, દીવ, ડાંગ, સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.