વેરાવળ-બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન આજથી દોડતી થશે
વેરાવળઃ મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવતી વેરાવળ-બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનું આજે શુક્રવારના રોજ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને અમરેલીના સાંસદ નારણ કાછડીયા દ્વારા વેરાવળ સ્ટેશન તેમજ વડીયા દેવલી સ્ટેશનથી ઉદ્ઘાટન કરવામાં આવશે.
વેરાવળ – બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન (09204) વેરાવળથી આજે શુક્રવારના 15.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે શનિવારે 11.05 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે અને નિયમિત ટ્રેન તરીકે, બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19203) બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી 21.10.2023 થી દર શનિવારે 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે રવિવારે 13.10 કલાકે વેરાવળ પહોંચશે.તેજ રીતે વેરાવળ – બાંદ્રા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન (19204) વેરાવળથી 28 ઓક્ટોબર, 2023 થી દર શુક્રવારે 17.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે શનિવારે 15.50 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. ટ્રેન માટે બુકિંગ 20 ઓક્ટોબર, 2023થી શરૂ થશે.
આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ છે. તે જૂનાગઢ, જેતલસર, વડીયા દેવળી, કુંકાવાવ, લુણીધાર, ચીતલ, ખીજડીયા, લાઠી, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, સરખેજ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર બન્ને દિશામાં રોકાશે.
આ પણ વાંચો : વર્લ્ડકપ 2023ની ભારત-પાકિસ્તાનની મેચને પગલે મુંબઈથી અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન શરૂ